Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ભાવનગરમાં ખૂંટીયાની હડફેટે ચડી જતા રબારી આઘેડનું મોત

ભાવનગર તા. ૭ :... હાદાનગર વિસ્તારમાં રહેતાં રબારી ભગવાનભાઇ જેઠાભાઇ આલ ઉ.પપ ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતાં હતા ત્યારે એક ખૂંટીયાએ ઢીંક મારતાં રસ્તા પર પડી જતાં ગંભીર હાલતે અત્રેની સરટી. હોસ્પિટલ ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.

ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ છેલ્લા કેટલાય સમયથી વધી રહ્યો છે. જાહેર માર્ગો પર જયાં ત્યાં અડ્ડો જમાવી પડયા પાર્થયા રહેતાં ઢોરનાં પગલે નાના-મોટા અનેક અકસ્માતો સર્જાય છે. અને ખૂંરાટ થયેલા ખૂંટીયા અનેક માનવ જીંદગીનો ભોગ લઇ રહ્યા છે.

(11:45 am IST)