Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પેરોલ પર છૂટયા બાદ વોન્ટેડ ગોંડલનો નિખીલ દોંગા સબજેલમાં હાજર થયો

નિખીલ હત્યા તથા ફાયરીંગ સહિતના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ છે

ગોંડલ, તા. ૭ : ગોંડલ જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ વોન્ટેડ નામચીન શખ્સ એકાએક જેલમાં હાજર થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર પાસે આવેલ પીઠરીયા ટોલનાકા પાસે કાઠી યુવાનની હત્યામાં સંડોવાયેલ અને ગોંડલ સબજેલ હવાલે થયેલ નિખીલ દોંગા નામીચા શખ્સ પેરોલ મળ્યા બાદ લાપતા થઇ જવા પામ્યો હતો. ઘણા મહિનાઓ બાદ અચાનક પ્રગટ થઇ સામેથી જેલ હવાલે થતા જેલર પરમારે કબ્જે લઇ પુનઃ જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

નિખીલ દોંગા ઉપર કાઠી યુવાનની હત્યાનો ગુન્હો નોંધાયા બાદ બીજા અનેક ગુન્હાઓમાં તેની સંડોવણી બહાર આવવા પામી હતી. ગોંડલમાં ગેંગ બનાવી ધાક જમાવવી સહિતના ગુન્હાહીત પ્રક્રિયા કરવામાં આવી રહી હતી તે ઉપરાંત મુસ્લિમ યુવાન ઉપર ફાયરીંગ તેમજ સબજેલમાં એક શખ્સને ઝેર પીવા ઉપસાવી આત્મહત્યા કરવા મજબૂર કરવા સહિતના અનેક ગુન્હાઓમાં તેનું નામ ખુલવા પામ્યું હતું.

(11:42 am IST)