Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પોરબંદરમાં ભળતા નામે ચૂંટણી પ્રચાર કરતા ઉમેદવારની વાહન પરવાનગી રદ્દ

પોરબંદર તા. ૭ :  વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ના સંદર્ભમાં જાહેરાતોના પ્રમાણીકરણની કામગીરી માટે જિલ્લા મીડીયા સર્ટીફિકેશન અને મોનીટીરંગ કમીટી (એમ.સી.એમ.સી)ની રચના કરવામાં આવેલ છે. આથી મતદાનના દિવસે તેમજ મતદાનના આગલા દિવસે એટલે કે તા.૮મી ડિસેમ્બર તથા તા. ૯મી ડિસેમ્બરના કોઇપણ રાજકિય પક્ષ કે ઉમેદવાર દ્વારા પ્રિન્ટ મીડિયામાં જાહેરાત આપવામાં આવે તેને મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમીટી સમક્ષ પ્રમાણિત કરાવવાની તકેદારી રાખવાની રહેશે.

જે કિસ્સામાં આવી જાહેરાતો પ્રમાણીકરણ કર્યા સિવાય આપવામાં આવે તે કિસ્સામાં નિયમાનુસાર ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ચુંટણીપંચ ગુજરાત રાજય દ્વારા જણાાવાયું છે.

વધુમાં જાહેરખબર પ્રમાણીત કરવા માટે નિયત નમુના એનેક્ષર-એ માં બે નકલમાં અરજી એમ.સી.એમ.સી. સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામક,  જિલ્લા માહિતી કચેરી, બ્લોક નં-૧૦, સેવા સદન-૨, સાંદિપની રોડ, પોરબંદરને કરવાની રહે છે. જેની સાથે જાહેરખબરની પ્રમાણીત ડમી કોપી જોડવાની રહે છે તેમજ જાહેરાતનો સંભવિત ખર્ચ પણ દર્શાવવાનો રહેશે.

(11:41 am IST)