Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

૨૦ લાખની ખંડણી માંગનાર રાજુલાનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

રાજુલા- સાવરકુંડલા, તા. ૭ : સાવરકુંડલા રૂરલ એ.પી.ડોડીયાએ ખંડણી માંગી ધાક ધમકી આપવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને પકડી પાડી રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી ધર્મેશભાઇ ઉર્ફે ધમો ઉર્ફે ભાણો અમરૂભાઇ ધાખડા ઉ.વ. ૨૨ ધંધો. ખેતી કામ રહે. ભાક્ષી – ૦૩ (ભંડારીયા) પ્રા. શાળા સ્કુલની સામે, તા. રાજુલા.

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૦૩/ આઇ.પી.સી. કલમ – ૩૮૫, ૩૮૭, ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૫૦૭,૧૧૪ તથા જી.પી.એકટ કલમ – ૧૩૫ મુજબ ના કામે નાસતો ફરતો એકાદ વર્ષ પહેલા શૈલેષ નાથા ચાંદુ તથા દાદુ નાથા ચાંદુ સાથે મળી ભમ્મર થી દોલતી જવાના રોડનુ કામ ચાલુ કરવુ હોય પોતાના ગામ દોલતીમાંથી રોડ બનાવવો હોય તો રૂ. ૨૦,૦૦,૦૦૦/- ની ખંડણી આપવી પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ.

પકડાયેલ આરોપી એ એકાદ વર્ષ પહેલા તેઓએ રાજુલા શહેરમાં વકીલ સાથે મારામારી કરી ગુન્હો કરેલ છે. જે રાજુલા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૬૨/૨૦૧૮ આઇ.પી.સી. કલમ – ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ – ૩(૨)(૫)(એ), ૩(૧)(આર)(એસ) નોધાયેલ છે.

આમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ એ.પી.ડોડીયા તથા હેડ કોન્સ. કે.એ.સાંખટ તથા હેડ કોન્સ આર.બી.મારૂ તથા હેડ કોન્સ એમ.કે.મકવાણા તથા હેડ કોન્સ જી.જી. મકવાણા દ્રારા ખંડણીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.

(3:24 pm IST)