Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સાવરકુંડલાઃ ગાંધીધામ મુસ્‍લિમ સમાજ દ્વારા રવિવારે ઇદની ઉજવણી કરાશે

સાવરકુંડલા તા. ૭ :.. આગામી તા. ૧૦-૧૧-૧૯ ના રવિવારે ઇસ્‍લામ ધર્મના મહાન પયંગમ્‍બર સાહેબ હઝરત મોહમમ્‍દ મુસ્‍તુફા સ. અ. વ. ની જન્‍મ જયંતી જેને મુસ્‍લીમ સમાજ ઇદે મીલાદ તરીકે ઉજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીગ્રામ મુસ્‍લીમ સમાજ દ્વારા બાગેમદીના કમીટીના નેજા હેઠળ ઇદે મીલાદનો પ્રોગ્રામ ધામધુમથી મનાવવામાં  આવશે જેમાં રાબેતા મુજબ ગાંધીધામની નુરી મસ્‍જીદથી બપોરે ર વાગે એક વિશાળ જુલુસ નુરી મસ્‍જીદથી નીકળી સરદાર વલ્લભભાઇ પટેલનાં પુતળા પાસેથી ચાવલા ચોક -ઝંડા ચોક - ગાંધી માર્કેટ કચ્‍છ કલા. રોડ થઇ મામલતદાર ઓફીસના પાછળના ભાગે તકરીર (ધાર્મિક પ્રવચન) સાથે પુર્ણ થશે. તકરીર (ધાર્મિક પ્રવચન) મૌલાના સૈયદ હબીબ અહેમદ અલ હુસેની (નાજીમે આલા મીન્‍હાજ ઉલ કુર્આન, ઇન્‍ડીયા), હૈદરાબાદ વાળાની તકરીર જે મામલતદાર ઓફીસનાં પાછળનાં ભાગે ૩.૩૦ થી ૪.૩૦ સુધી યોજાશે અને ત્‍યાર પછી  સલાતો સલામ અને દુઆ સાથે ૪.૩૦ વાગે પ્રોગ્રામ પૂર્ણ થશે. સમગ્ર કાર્યક્રમ બાગે મદીના કમીટીના પ્રમુખ હાજી લતીફ કેવર તથા કમીટીના સર્વે સદસ્‍યોના સહીયારા પ્રયાસથી  શાનો શોકતથી ઉજવવામાં આવશે. વિવિધ કમીટીઓ અને સંસ્‍થાઓ દ્વારા ગાંધીધામ વિસ્‍તારમાં ન્‍યાઝ (પ્રસાદ) ના સ્‍ટોલ, ઠંડા પીણાના સ્‍ટોલ રાખવામાં આવશે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ રાજકીય આગેવાનો - વિવિધ સમાજનાં આગેવાનો આ ઝૂલૂસનું સ્‍વાગત કરી કોમી એકતાનાં વાતાવરણમાં સમગ્ર પ્રોગ્રામ ઉજવવામાં આવશે. કચ્‍છ જીલ્લાનાં મુસ્‍લીમ અગ્રણી હાજી જુમા રાયમાં એ જણાવ્‍યું કે ઇદે મીલાદનું જૂલૂસ ભવ્‍યાતીભવ્‍ય બનાવનો પણ શરીયત વિરૂધ્‍ધનાં કાર્યો જૂલૂસમાં બંધ થાય તે જરૂરી છે. અને શરીયત અને મઝહબ પ્રમાણે જૂલૂસ કાઢશો તો જૂલુસમાં ચાર ચાંદ લાગી જશે. જુલૂસ દરમ્‍યાન ડી.જે. ન વગાડવા - ધૂન ઉપર નાચવુ નહીં.

 તેવુ હાજી જુમા રાયમાં એ સમગ્ર મુસ્‍લીમ સમાજને અનુરોધ કરેલ છે. સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા સમિતિના હોદેદારો મહેનત કરી રહ્યા છે.

(1:42 pm IST)