Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જામનગરમાં ભારતીય નૌ સેના દ્વારા નેવી વિક ઉજવાશે

હાફ મેરેથોન દોડમાં ભાગ લેવા ઓનલાઇન રજીસ્‍ટ્રેશન

જામનગર, તા.૭: જામનગરમાં આગામી નેવી વિકની ઉજવણી પૂર્વે ભારતીય નૌસેના દ્વારા નેવી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.નેવી વીક અંતર્ગત જામનગરમાં નેવીડે ની શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે.

પ્રતિવર્ષની માફક ૪ ડિસેમ્‍બર ૧૯૭૧માં  થયેલ ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેના યુદ્ધમાં ભારતીય નૌ સેનાએ કરાંચી બંદર પર કરેલા મિસાઈલ હુમલાની યાદમાં નૌ સેના દિવસ ઉજવાય છે. આ વર્ષે નેવી ડે દરમ્‍યાન બ્‍લડ ડોનેશન કેમ્‍પ,બેન્‍ડ કોન્‍સર્ટ, ચિત્રકામ અને પ્રશ્નોતરી સ્‍પર્ધા, બિટીગ રીટ્રીટ અને જામનગરમાં ૨૧ કિમી,૧૦ કિમી તેમજ ૫ કિમીની હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જે અંગે પત્રકાર પરિષદમાં નેવીના કમાન્‍ડીંગ ઓફિસર સી.રઘુરામન, કેપ્‍ટન અરુણકુમાર પેરી, ટ્રેનિંગ કમાન્‍ડર સરફરાઝખાન, પી.આર.ઓ. કે શ્રીનિવાસન સહિતના અધિકારીઓએ પત્રકારોને માહિતીઓ આપી હતી. બાદમાં બ્‍લડ ડોનેશન કેમ્‍પનું ઉદદ્યાટન કરવામાં આવ્‍યું હતું. આ બ્‍લડડોનેશન કેમ્‍પમાં નેવીના જવાનોએ રક્‍તદાન કર્યું હતું.

જામનગરમાં યોજાયેલ હાફ મેરેથોન દોડમાં ભાગ લેવા ઓનલાઈન રજિસ્‍ટ્રેશન માટે સૌ પ્રથમ વખત www. jamnagarnavyhalfmarathon. com વેબસાઈટ અને ફેસબુક પેઇઝના માધ્‍યમથી લોકોને રજીસ્‍ટ્રેશન કરવા અનુરોધ કરાયો છે. (તસવીરોઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:35 pm IST)