Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

લીમડીમાં ખેડૂતોનો રોડ પર દેખાવો : સુરેન્‍દ્રનગર જિલ્લાને અસરગ્રસ્‍ત જાહેર કરવા માંગ કરી

સુરેન્‍દ્રનગર : જિલ્લામાં છેલ્લા અનેક માસ થી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્‍યારે આ આગવ પણ વરસાદ જિલ્લામાં સારો એવો વર્ષયો છે.ત્‍યારે જિલ્લામાં ખાબકેલા વરસાદની અસર એ થઇ છે કે અહી આવેલા જિલ્લા ના તમામ ડેમો અને જળાશયો ઓવરફ્‌લો બન્‍યા છે.ત્‍યારે જિલ્લામાં સતત વરસાદ એ જિલ્લામાં તારાજી સર્જી છે.  ત્‍યારે વધુ પડતા વરસાદના પગલે જિલ્લામાં ભારે એવું નુકસાન થયું છે. જિલ્લાના મોટા ભાગના રોડ રસ્‍તાઓની પરિસ્‍થિતિ ખૂબ કરાબ અને વરસાદના પગલે ધોવાયા છે...

સુરેન્‍દ્રનગર જિલ્લા ના અનેક તાલુકાઓ ના ખેડૂતો દવારા સુરેન્‍દ્રનગર જિલ્લા ને અસરગ્રસ્‍ત જાહેર કરવા માટે માંગ કરી રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના ચુડા લીમડી અને ચોટીલા અને જિલ્લાના તમામ તાલુકાઓમાં વધુ પડતા વરસાદના પગલે ખેડૂતોના પાક નિષ્‍ફળ નીવડ્‍યા છે.ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લા ના ખેડૂતો ની આર્થિક સ્‍થિતિ ખૂબ ખરાબ બની છે.

ત્‍યારે આજે લીંબડી તાલુકા ના કોંગ્રેસ આગેવાનો તેમજ સમગ્ર તાલુકા ના ખેડૂત આગેવાનો ની એક રેલી તાલુકાના પૂર્વ પ્રમુખ ખુશાલભાઈ જાદવ, જિલ્લા પંચાયતના સદસ્‍યો ભગીરથસિંહ રાણા અને હાજી સમીરભાઈ તેમજ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રવીણભાઈ શાહ, દિલીપભાઈ વાલેરા શ્રી સંજય જાદવ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ  કનકસિંહ ઝાલા મજનુશા દિવાન ભોંયકા રાજભા ઝાલા ઓઢાભાઈ તેમજ વાલજીભાઈ, પુંજાભાઈ, નિલેશ ચાવડા, કાનજીભાઈ રાઠોડ મણિલાલ પંડ્‍યા અને વિશાળ સંખ્‍યામાં ખેડૂતો તેમજ કાર્યકરોની આગેવાનીમાં સમગ્ર જિલ્લા તેમજ તાલુકાને લીલો દુષ્‍કાળ ગ્રસ્‍ત જાહેર કરવા તુલસી હોટેલથી ડેપ્‍યુટી કલેક્‍ટર કચેરીએ જઇ આવેદન પત્ર આપેલ હતું.

આગામી સમય માં જિલ્લો અસરગ્રસ્‍ત જાહેર કરવા જિલ્લા ના બે ધારાસભ્‍યો એ પણ સરકાર માં રજુઆત કરી છે.

(1:34 pm IST)