Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

વિજયભાઇ રૂપાણી મોરબીમાં: નવી એસ.પી. કચેરીનું લોકાર્પણ

મહિલા દુધ ઉત્‍પાદક મંડળીના ચિલીંગ પ્‍લાન્‍ટ અને બિલ્‍ડીંગનુ ખાતમુહુર્તઃ મહિલા સહકાર સંમેલનને સંબોધન

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે આજે એસ.પી.કચેરીનુ લોકાર્પણ થયુ હતું. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

મોરબી તા.૭: ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી પોતાના નિર્ધારીત કાર્યક્રમ મુજબ આજે સવારે ૧૦ વાગ્‍યે મોરબી આવી પહોંચ્‍યા હતા અને હેલીપેડથી સીધાજ ૧૪ કરોડથી વધારેના ખર્ચે બનાવેલ નવી એસ.પી.કચેરી કે જે એસ.પી.ડી.વાય.એસ.પી.કચેરીઓ, હેડકવાર્ટર, ડીવાયએસપી એસ.સી, એસ.સી.સહિતની કચેરીઓ તેમજ પાસપોર્ટ વેરીફીકેશન માટેનો વિભાગ,નાગરિક સુવિધા કેન્‍દ્ર ઉપરાંત વિશ્વાસ પ્રોજેકટ હેઠળનો કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલરૂમ આવેલ છે.

તેનું લોકાર્પણ કર્યુ હતું મોરબી વાસીઓ માટે હવે એકજ પરિસરમાં કલેકટર, ડીડીઓ અને એસ.પી.ની કચેરી બનતાં અરજદારો માટે પોતાના કામે આવવુ ખુબ સરળ બનશે.

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉર્જા તથા મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ,અન્‍ન,નાગરિક,પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, પાણીપુરવઠા, પશુપાલન મંત્રી કુવરજીભાઇ બાવળીયા તેમજ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા જોડાયા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કચ્‍છ (મોરબી) સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ સાંસદ રાજકોટ મોહનભાઇ કુંડારીયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

એસ.પી.કચેરીના લોકાર્પણ બાદ મુખ્‍યમંત્રી સીધાજ ગુજરાત રાજયમાં સૌ પ્રથમ મોરબીમાં આવેલા એકમાત્ર મહિલાઓ સંચાલિત મહિલા દુધસંઘની સ્‍થાપના કરવામાં આવી હતી.

આ તકે સાંઇરામ દવે, વિમલ મહેતાએ લોકડાયરામા રમઝટ બોલાવી હતી.

મોરબીના પંચાસર રોડ પર આવેલ વિશાળ જમીન પર જેના બિલ્‍ડીંગનું અને ચિલિંગ પ્‍લાન્‍ટનું  ખાસ મુર્હુત કરવા પહોંચ્‍યા  હતા અને ત્‍યાંથી વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત મહિલાઓ વાળા મહિલા સહકાર સંમેલનની સભામાં પહોંચી મુખ્‍યમંત્રીએ પ્રવચન કર્યુ હતું.

(1:31 pm IST)