Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

લંડનથી વતન આદિત્યાણામાં આવી જન્મદિનની પ્રેરક ઉજવણી

જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણ કર્યુ

આદિત્યાણા, તા., ૭: પોતાના માદરે વતન પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા અને હાલ લંડન સ્થિત અભયભાઇ પોપટભાઇ રૂપારેલ પોતાના જન્મદિવસની ઉજવણી માટે સ્પેશીયલ લંડનથી આદિત્યાણા આવી અને જન્મદિવસની પુર્વ સંધ્યાએ જરૂરીયાતમંદ વિધવા બહેનો કે જેને નાના નાના બાળકો હોય તેમજ જરૂરીયાતમંદ વૃધ્ધોને રાશનની ર૦૦૦ રૂપીયાની એક એવી ૧૦૦ કીટ  કુલ ર,૦૦,૦૦૦ રૂપીયાની કીટનું વિતરણ કર્યુ હતું.

પાશ્વત્ય સંસ્કૃતિમાં રહેલ છતાં અભયભાઇએ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી એક અનુકરણીય પગલુ ભરેલ છે. અભયભાઇ પોતાના માતા-પિતાના જન્મદિવસ તેમજ મૃત્યુતીથી પણ જરૂરીયાત વિધવાઓને કીટ વિતરણ કરી ઉજવે છે અહી ખાતે અનેક વખત કિટનું વિતરણ કરેલ છે.

આ અભયભાઇ રૂપારેલ પરીવાર દ્વારા આદિત્યાણા જલારામ મંદિરની જગ્યાનું પણ દાન કરી જલારામ મંદિર બનાવવામાં પોતાનું યોગદાન આપેલ છે. તેમજ અભયભાઇનો પરીવાર અહી ખાતે આવેલ ત્રિકમજી બાપુના મંદિર પ્રત્યે અગાધ શ્રધ્ધા ધરાવે છે. દિકરીઓના અભ્યાસ માટે જરૂરીયાતમંદ દીકરીઓની ફી પણ આર્યકન્યા ગુરૂકુળમાં ભરે છે.

(1:01 pm IST)