Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં તુલસી વિવાહની ભવ્યતાથી ઉજવણી

તુલસીજી અને વિષ્ણુ ભગવાનના લગ્ન કરાશેઃ ગામે-ગામ થનગનાટ

રાજકોટ તા. ૭ :.કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તુલસી વિવાહની ગામે - ગામ ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે અને તુલસીજી તથા વિષ્ણુ ભગવાનના ધામધુમથી લગ્ન કરવામાં આવે છે.

વિક્રમ સવંત કેલેન્ડર મુજબ કાર્તિક-કારતક સુદ ૧૧ ેને દેવદિવાળી કે પ્રબોધીની એકાદશી કહેવાય છે તો તે દિવસે તુલસી વિવાહ થાય છે ભગવાન વિષ્ણુ શાલીગ્રામ રૂપે તુલસી સાથે લગ્ન કરે છે.

આ સંદર્ભે પ્રથમ તો એ પ્રબોધીની એકાદશી શા માટે કહેવાય છે તે જાણીએ તો કાર્તિક સુદ ૧૧ના દિને ક્ષીર સાગરમાં પોઢેલા ભગવાન વિષ્ણુ જાગૃત થાય છે જે બલીના દરબારમાં ગયેલા ત્યાંથી સ્વસ્થાને ફરી પધારે છે. પ્રબોધીની એકાદશી આમ પ્રકાશ-જ્ઞાન અને જાગૃતતાનો શુભદિન છે. ભગવાન છેલ્લા ચાર માસ (ચાતુર્માસ)થી પોતાના સ્થાને ન હતા પરંતુ તેના પરમ ભકતોએ કોઇ વિયોગ આ સમય દરમિયાન ેવેઠયો નહોતો કારણ કે પ્રભુ તો તેઓના હ્ય્દયમાં જ જાગૃત થયા હોય છે. હવે આ શુભ દિનથી ભકતોએ કાર્યસિધ્ધી અર્થે કામ લાગી જવાનું છે. ભકિતને ઉજાગર કરવાની છે. આ સંદેશ પ્રબોધીની એકાદશીનો છે. ઉપનીષદમાં આથી કહેવાયું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી કાર્ય કરો. જો પ્રભુને અંતરમાં પ્રગટ કરશુ તો આપોઆપ અનેક સાત કર્મો થવા માંડશે અને અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરશું. આ સંદેશ પ્રબોધીની એકાદશીનો છે. આજે દેવ ઉઠે છે આથી દેવ ઉઠી એકાદશી પણ કહેવાય છે.

હવે તુલસી વિવાહ જયારે આ શુભ દિને વિષ્ણુના શાલીગ્રામ રૂપે તુલસી (વનસ્પતી) સાથે લગ્ન થયા ત્યારે ભકતોએ હર્ષ અને ઉલ્લાસ પુર્વક ઉજવ્યા તેથી તેને દેવદિવાળી તરીકે મનાવવા લાગ્યા આથી આ કાર્તિક અગીયારસ દેવદિવાળી પણ કહેવાય છે.

રાજુલા

રાજુલા : રાજુલાના રામપરા-ર ગામે આવેલ રામદાસબાપુની તપોભૂમિ એવા વૃંદાવન બાગમાં મહંત રાજેન્દ્રદાસ બાપુના  માર્ગદર્શન હેઠળ તા. ૮ ને શુક્રવારે અન્નકુટ  મહોત્સવ, ભગવાન ઠાકોરજીના વિવાહનું આયોજન કરાયું છે. ઠાકોરજીની જાન વૃંદાવન બાગથી કવરબેન સોંડાભાઇ વાઇ (રહે. રામપરા-ર)ના મુકામે જશે. આ ઉપરાંત અખંડ રામાયણ તથા સુંદરકાંડના પાઠ તેમજ મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

ટંકારા

ટંકારા : ટંકારામાં ભરવાડ સમાજ દ્વારા ભાગવત સપ્તાહ, તુલસી વિવાહ, ઠાકરનો પાટ અને વિષ્ણુયાગનું આયોજન કરાયું છે. ભાગવત સપ્તાહમાં વાલદાસબાપુ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગઇ તા. પાંચમીએ નંદોત્સવ ઉજવાયેલ તા. ૮ મીએ શુક્રવારે તુલસી વિવાહ યોજાશે.

(12:55 pm IST)