Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

રવિવારે જુનાગઢમાં ગજેરા હોસ્પીટલ આઇસીયુનો શુભારંભ

જુનાગઢ તા.૭: જુનાગઢમાં ઝાંઝરડા ચોકડી નજીક આવેલ વિઝન કોમ્પલેક્ષ ચોથા માળે તા.૧૦ નવેને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ગજેરા હોસ્પીટલ એન્ડ આઇસીયુ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે.

ડો.વત્સલ ગજેરા કે જેઓ ૧૨ વર્ષથી એમડી ફિઝીશ્યન તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે તેમના દ્વારા શરૂ થઇ રહેલી તબીબી સેવાનો જુનાગઢની જનતા લાભ લઇ શકશે આ ઉદઘાટન સમારોહમાં ડો.જી કે ગજેરા તેમજ ડો. ડી પી ચિખલીયા સહિતના તબીબો ઉપસ્થિત રહી ડો.ગજેરાને શુભેચ્છા આપશે.

આ પ્રસંગે આમંત્રિતોને ઉપસ્થિત રહેવા ડો.વત્સલ જી ગજેરાએ અખબારી યાદીમાં અનુરોધ કરેલ છે.

(12:24 pm IST)