Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

દામનગરમાં પૂ. જલારામબાપાની જન્મજયંતિ નિમિત્તે મહંત ભકિતરામબાપુનું મનનીય પ્રવચન યોજાયું

દામનગર,તા.૭: દામનગર શહેર સમસ્ત રઘુવંશી સમાજ આયોજિત ૨૨૦ મી જલારામ બાપુની જન્મ જયંતીએ માનવ મંદિર મહંત ભકિતરામબાપુ નું મનનીય વકતવ્ય ત્યાગ તિતિક્ષાની તપો મૂર્તિ વીરબાઈ અને જલારામબાપુના જીવન કવનને તાદ્રશ્ય કરાવતા પૂજય ભકિતરામબાપુએ કરાવી ભકતોને રસતરબોળ કર્યા હતા

સમસ્ત રઘુવંશી સમાજ આયોજિત ૨૨૦ મી શ્રી જલારામબાપુની જયંતીની ભવ્ય ઉજવણી પ્રસંગે  અન્નદાનના ઓલિયા જલારામબાપુ વિશે પૂજય ભકિતરામબાપુ માનવ મંદિર મહંતનું મનનીય વકતવ્ય અન્નદાન ની મહતા દર્શાવી ત્યાગ ના બાગ જલારામબાપુ ની કસોટી કરી ઈશ્વર પણ મુંજવણમાં મુકાયા આદર્શ ભકત દંપતીમાં સંપૂર્ણ જીવન સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે પૂજય ભકિતરામબાપુ માનવ મંદિરે અન્નદાનના સુંદર મહિમા વિશે સર્વને અવગત કર્યા હતા

બાપુએ વધુમાં જણાવેલ કે ખીચડી જેની શાન છે રખેવાળ જેનો રામ છે ગોકુળ જેવું ધામ છે ખવડાવવુંએ જ એનું કામ છે વીરપુર જેનું ગામ છે આખા જગત માં જેનું નામ છે એ જ બાપા જલારામ નામ છે

વીરપુર ખાતે ચાલતું સદાવ્રત એ એક વિચાર છે આહાર જ વિચાર નિર્માણ કરે છે જલારામબાપુએ આરંભ કરેલ સદાવ્રત નિરંતર ચાલે છે તે ત્યાગ તિતિક્ષાના સ્વભાવનો પ્રભાવ આજે પણ અવીરત છે ભૂખ્યાને તૃપ્ત કરતા ઓલિયાની ૨૨૦મી જન્મ જયંતી એ ભકિતરામ માનવ મંદિર મહંતે મનનીય વકતવ્ય આપ્યું હતું.(

(11:19 am IST)