Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ભાણવડમાં પૂ.ગાંધીજીની જન્મયંતિ નિમિતે ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાતા નગરજનો

ભાણવડ તા.૭: સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે આજે ભાણવડ ખાતે સાંસદ પુનમબેન માડમની આગેવાનીમાં ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતું.

ભાણવડ વેરાડ ગેઇટ બહાર આવેલ સ્વ.હેમંતભાઇ રામભાઇ મેમોરીયલ ટ્રસ્ટની ઓફિસ ખાતેથી સાંસદ પુનમબેન માડમની આગેવાનીમાં ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. અને શહેરની મેઇન બજારમા થઇને રણજીતપરા વિકાસ રોડ પરથી થઇ તાલુકા પંચાયત સુધી પત્રયાત્રા કરવામા આવી હતી. જયાંથી રૂપામોરા ગામે બપોરના ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામા આવેલ.

સંકલ્પ યાત્રામાં સાંસદ પુનમબેન માડમ સાથે શહેર ભાજપ તાલુકા ભાજપ પાલિકા સદસ્યો તેમજ ભાજપ સંગઠન મંડળના સભ્યો અને આગેવાનો જોડાયા હતા અને ગાંધીજીના જીવન મુલ્યો ગાંધીજીના સંકલ્પો, ગાંધીજીના આદર્શો અંગે સુત્રોચ્ચાર તેમજ ગગનભેદી નારા લગાવવામા આવ્યા હતા. આ સંકલ્પ યાત્રામાં સાંસદ પુનમબેન માડમ તેમજ બીજેપી કાર્યકરો અને આગેવાનોએ ગાંધી ટોપી પણ ધારણ કરી હતી. તો આબેહુબ ગાંધીજીનો સાક્ષાત્કાર કરવાતા ગાંધીરૂપી કાર્યકરને પણ જોડવામા આવ્યા હતા. આ સંકલ્પ યાત્રામાં  જીલ્લા સંગઠનના હોદેદારો પણ જોડાયા હતાં.(

(11:17 am IST)