Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

૧૩ વર્ષની કચ્છની સગીર દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે મંજૂરી

ભુજ,તા.૭: દુષ્કર્મનો ભોગ બનેલી કચ્છની ૧૩ વર્ષની સગીરાના ગર્ભપાતની આડે રહેલી કાયદાકીય ગૂંચ હાઇકોર્ટે દૂર કરી છે. ૨૪ અઠવાડિયાનો ગર્ભ ધરાવતી આ સગીરાના ગર્ભપાત માટે તેના પરિવારજનોને ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલે ગર્ભપાતના કાયદા અન્વયે ઇનકાર કરી દીધો હતો. સરકારની ગાઈડલાઇન મુજબ ૨૦ અઠવાડિયાથી વધુ ગર્ભ ધરાવનારના ગર્ભપાત માટે પ્રતિબંધ છે. આ કિસ્સામાં હાઇકોર્ટ સમક્ષ દાદ મંગાઈ હતી, જેમાં હાઇકોર્ટે સગીરાની તબિયત તેમ જ ગર્ભપાત થઈ શકે છે કે કેમ? એ અંગે તબીબ પેનલનો અભિપ્રાય માંગ્યો હતો. અદાણી જીકેના તબીબોએ ગર્ભપાત થઈ શકે એમ છે, એવો અભિપ્રાય આપતાં હવે આ સગીરાનો ગર્ભપાત કરાશે. ગુજરાત હાઇકોર્ટના જજ ઉમેશ ત્રિવેદીએ ૨૦ નવેમ્બર સુધીમાં આ અંગેની તબીબી કાર્યવાહી પૂર્ણ કરવા તેમ જ ભૃણના ડીએનએ પુરાવા અર્થે એકત્ર કરી તેની માહિતી રાખવા તબીબોને જણાવ્યું છે. સગીર વયની દુષ્કર્મ પીડીતા દ્વારા ગર્ભપાત માટે કાયદાને દ્વાર પહોંચેલો કચ્છનો આ પ્રથમ જ કિસ્સો છે.(

(11:14 am IST)