Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

આમરણ ચોવીસી પંથકમાં સંભવિત વાવાઝોડા સામે તંત્ર એલર્ટ : લોકોને સલામત સ્‍થળે ખસેડવાની કામગીરી

આમરણ તા ૭  :  સંભવિત વાવાઝોડાના પગલે દરિયાકાંઠે આમરણ ચોવીસી પંથકના ઉટબેટ શામપર- રામપરપાડાબેકડ, ઝિંઝુડા, બેલા વગેરે ગામોએ તંત્ર દ્વારા લોકોને સલામત સ્‍થળે સ્‍થાળંતર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી ગોહિલે મોરબી તાલુકા પોલીસ તથા તબીબી ટીમ સાથે પહોંચી જઇ લોકોને સાવધ રહેવાની સુચના આપી હતી.

દરવખતે આપાતકાલીન સ્‍થિતી સમયે ઉટબેટશામપર ગામથી બે કી.મી. દુર દરિયાકાંઠે ‘ઢુંઇ' નામે ઓળખાતા અંતરિયાળ ચેરના જંગલમાં રહેતા અને અલગ પ્રાકૃતિક દુનિયામાં રહેવા ટેવાયેલા નિરક્ષર ૧૨ જેટલા જત પરિવારોને સ્‍થળાંતર કરાવવાની કાર્યવાહી તંત્ર માટે કપરી બની રહે છે. પશુપાલન વ્‍યવસાય સાથે સંકળાયેલા ૧૨ જત પરિવારોની ૭૫ જેટલી વ્‍યકિતઓ પોતાનું રહઠોણછોડવા આસાનીથી તૈયાર થતી નથી. લાંબી મથામણ અથવા પોલીસ દબાણ પછી જ ક મને તૈયાર થાય છે. ‘ઢુંઇ' વિસ્‍તાર સુધી પહોંચવાનો કોઇ માર્ગ નથી, માત્ર કેડા માર્ગ છે. ચોમાસુ વિત્‍યાબાદ પણ લાંબા સમય સુધી કાદવ કીચડનું સામ્રાજય છવાયેલું રહે છે.

અધિકારીઓ પોલીસને સાથે રાખી ર કી.મી. કાદવ કીચડ ખૂંદી ‘ઢૂંઇ' પહોંચ્‍યા હતા. મહિલા સરપંચ હંસાબેન તેમજ અગ્રણી જેરામભાઇ પરમાર તથા અધિકારીઓની લાંબી મથામણ પછી આ પરિવારોએ ઉટબેટશામપર ગામે આશરો લેવાની સંમતિ આપી હતી.

હસીના મામદ જત નામની છેલ્લા દિવસો વિતાવી રહેલી સગર્ભા મહીલા તલાટી મંત્રી અનીલભાઇ પરમારની નજરે પડતાં તાકીદે રેસ્‍કયુ કરી આમરણ પી.એચ.સી. ખાતે ખસેડવામાં આવી, ઉટબેટશામપર ગામથી ૧૦૮ મારફત આમરણ ખાતે ખસેડાઇ હતી. પીપળીયા (ચાર રસ્‍તા) ખાતે એમડીઆરએફની ૧ ટીમ સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી છે.

(10:20 am IST)