Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

અમરેલીના કુંકાવાવ અને દામનગર પંથકમાં ધોધમાર વરસાદ : બજારોમાં પાણી વહી ગયા

કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો

અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટા બાદ કુંકાવાવના ગ્રામ્ય પંથક વરસાદ પડ્યો. તો અમરેલીના દામનગર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે બજારોમાં પાણી વહેતા થયા હતા. દામનગર શહેર તેમજ આસપાસના ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

(8:06 pm IST)