Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

પોરબંદરમાં મહાલક્ષમીજીના મંદિરે 21 લાખની ચલણી નોટોથી શૃંગાર

 

પોરબંદર:દિપાવલીના પાવન અવસરે મહાલક્ષમીજીના મંદીરે ચલણી નોટોના શણગારના દર્શનનું આયોજન કરાયું હતું જેમાં  ર૧ લાખની ચલણી નોટોથી શણગાર કરવામાં આવ્યો હતો.

  પોરબંદરમાં એમજી રોડ ઉપર આવેલા મહાલક્ષમીજીના મંદિરે દિપાવલીના દિવસે વહેલી સવારે મહાપુજાના કાર્યક્રમનું આયોજન થયું હતું  સાથે મહાલક્ષમીજીનું ર૧ લાખની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. રૂપીયા થી લઈ અને ર૦૦૦ સુધીની નવી નોટોનો શણગાર કરાયો હતો તમામ નોટો નવી હતી, મંદિરના ર્ગભગૃહને ચલણી નોટોનો અદભુત શણગાર જોઈ શ્રધ્ધાળુઓ અભીભુત થઈ ગયા હતા.

મંદિરના ટ્રસ્ટી દીનેશભાઈ ત્રીવેદીના જણાવ્યા મુજબ ચલણી નોટોની રકમ મંદિરના ટ્રસ્ટની હોય છે માત્ર નવી નોટો લાવી અને તેનો શણગાર કરવામાં આવે છે. નવી નોટો માટે બેક અને ચેમ્બર્સ ઓફ કોમર્સના વેપારીઓનો સહકાર મળે છે જેના કારણે ૧૧ વર્ષથી ચલણી નોટોના દર્શનનું આયોજન દિવાળીના દિવસે કરાય છે .

(11:25 pm IST)