Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

જસદણમાં અકસ્માતમાં યુવકનું મોત થતા લોકો દ્વારા ચક્કાજામ

આટકોટ : જસદણમાં આજે બપોરે  બાઇકમાં જઇ રહેલા બે મિત્રમાંથી અકસ્માતમાં વિજય અશોકભાઇ (ઉ.વ.ર૦) રહે. ફુલજર (તા. જસદણ) ને ઇજા થયા બાદ તેમને સારવાર માટે જસદણથી રાજકોટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેનું મોત નિપજતા વાલ્મીકી અને દલીત સમાજનાં લોકો એકત્ર થઇ ગયા હતા અને રસ્તો ચક્કાજામ કર્યો હતો. લોકોના ટોળાંએ જણાવ્યું હતું કે પોલીસની બોલેરો જીપ કોઇ વાહન પાછળ પીછો કરી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જયારે પોલીસે કહ્યું હતું કે અમારી ગાડી સાથે કોઇ વાહનને અકસ્માત થયો નથી. (તસ્વીર : અહેવાલ - વિજય વસાણી, આટકોટ)

(3:24 pm IST)