Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ધોરાજી માજી સાંસદ અરવિંદભાઇ પટેલની સ્મશાન યાત્રામાં બેન્ડ વાજા અને ભારતના રાષ્ટ્રધ્વજ લહેરાવી અંતિમ વિદાય અપાઇ

ધોરાજીઃ માજી સાંસદ અને લેઉવા પટેલ સમાજ ધોરાજીના પ્રમુખ સ્વ.અરવિંદભાઇ પટેલની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રાના રૂટ પર ઠેર ઠેર લોકોએ તેમની ભાવ વંદના અર્પણ કરી હતી. કુંભારવાડા વિસ્તારમાં ભાજપના ડી.જી.બાલધા રાજુભાઇ બાલધા વિગેરે દ્વારા બેન્ડ વાજા અને રાષ્ટ્ર ધ્વજ સાથે લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં અરવિંદભાઇ પટેલના બંધુ કિશોરભાઇ, તેમના પુત્ર ધર્મેશભાઇ, તેમજ પરિવારજનો દ્વારા અંત્યેષ્થી કરવામાં આવી હતી. અંતિમયાત્રામાં પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, ધોરાજી યાર્ડના ચેરમેન રણછોડભાઇ કોયાણી ભાજપના વી.ડી.પટેલ શહેર ભાજપ પ્રમુખ હરશુખભાઇ ટોપીયા, કિશોરભાઇ રાઠોડ (વરિષ્ઠ પત્રકાર) નયનભાઇ કુહાડીયા, ભરતભાઇ બગડા જેસુખભાઇ ઠેસીયા કાન્તીભાઇ જગાણી, મનસુખભાઇ ભાજપ હરકિશન માવાણી કે.પી.માવાણી કોંગ્રેસના જગદીશભાઇ રાખોલીયા વિઠલભાઇ હીરપરા, ગોપાલભાઇ સલાટ નગીનભાઇ વોરા, જે.ડી. બાલધા, ઉપલેટાના માધવજીભાઇ પટેલ, નારસીભાઇ મુગલપરા વિગેરે રાજકીય અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:09 pm IST)