Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

જૂનાગઢમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મઃ મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

જુનાગઢ, તા.૭: દોલતપરામાં રહેતા એક પરિવારને ત્યા ૩ નવેમ્બરની રાત્રીના દોઢ વાગ્યે બહાદુર બસીર ગામેતી અને ભુરા વાબો શખ્સ અને માસી નામની મહિલા ધસી ગયા હતા અને મકાનના બારી બારણા ખખડાવતા મકાન માલીકેે બારી ખોલી હતી. પરંતુ બહાદુર બસીર ગામેતીએ પોતાના હાથે પોતાના શરીરપર બ્લેડના છરકા મારી અને રૂ.૮ હજારની મતાની લૂંટ ચલાવી હતી તેમજ સગીર પુત્રીને પ્રેમજાળમાં ફસાવી અને બ્લેક મેઇલ કરી તેણી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.

આ મતલબની ફરિયાદ ગઇકાલે ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવતા એ-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:08 pm IST)