Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

જામનગરમાં વ્યાજે લીધેલા ૪૦ હજારનું દર મહિને ૮ હજાર વ્યાજ ચુકવતા હોવા છતાં ત્રાસ આપતા દવા પીધી

જામનગર તા. ૭ : અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં યશવંતસિંહ ચંદ્રસિંહ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી છેલ્લા પંદર દિવસ દરમ્યાન આ કામના ફરીયાદી યશવંતસિંહએ ધર્મેન્દ્ર અગ્રાવત પાસેથી રૂ.૪૦,૦૦૦ વ્યાજે લીધેલ હોય જેનું દર માસે રૂ.૮૦૦૦નું વ્યાજ ચુકવતા હોય અને ચાલુ માસેનું વ્યાજ ચુકવેલ ન હોય જેથી છેલ્લા પંદર દિવસથી આ કામના આરોપી ધર્મેન્દ્ર અગ્રાવત તથા બે અજાણ્યા ઈસમો આશરે વીસ વર્ષની ઉંમરવાળા અવાર નવાર ફરીયાદી યશવંતસિંહ પાસે વ્યાજની ઉઘરાણી કરતા હોય અને આજરોજ આ કામના આરોપી ધર્મેન્દ્ર અગ્રાવત તથા બે અજાણ્યા ઈસમો એ ફરીયાદી યશવંતસિંહ ને ઢીકાપાટુનો માર મારી તથા ભુડી ગાળો આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા આ કામના આરોપીના ત્રાસથી ફરીયાદી યશવંતસિંહએ ઝેરી દવા પી ગયેલ છે.

છાતીમાં ગભરામણ થતા સારવાર દરમ્યાન વૃઘ્ધનું મોત

અહીં રામેશ્વરનગર, કિષ્નાપાર્ક–૩ માં રહેતા ચેતનભાઈ શંકરભાઈ સોલંકી એ  સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૬–૧૧–ર૦૧૮ના આ કામે મરણ જનાર શંકરભાઈ દેવજીભાઈ સોલંકી, ઉ.વ.૬૦, રે. રામેશ્વરનગર, કિષ્નાપાર્ક–૩, જામનગરવાળાને અચાનક છાતીમાં ગભરામણ થઈ જતા તથા બેભાન થઈ જતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

જૂની બિમારી સબબ યુવાનનું મોત

બાલભંડી ગામની સીમમાં રહેતા લાલભાઈ ચંદુભાઈ રાઠોડ, ઉ.વ.ર૭ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા.૬ના રણસિંહ ચંદુભાઈ રાઠોડ, ઉ.વ.ર૮, રે. બાલંભડી ગામની સીમ રાજેશભાઈ વલ્લભભાઈ પટેલની વાડી એ તા.કાલાવડ, જિ.જામનગરવાળાને જુની બીમારી હોય જેથી તેની નબળાઈ ના કારણે મરણ ગયેલ છે.

બિમારી સબબ વૃઘ્ધનું સારવાર દરમ્યાન મોત

સુભાષ માર્કેટ, દેવુભાના ચોકમાં રહેતા રાહુલભાઈ પ્રવિણભાઈ દાઉદીયાએ સીટી બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૭ના પ્રવિણભાઈ વેલજીભાઈ દાઉદીયા ઉ.વ.પ૭, રે. સુભાષ માર્કેટ, દેવુભાનો ચોક, જામનગરવાળા ને લાંબા સમય થી લીવર ની બિમારી હોય જેથી આજરોજ બેભાન થઈ જતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ છે.

(3:05 pm IST)