Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

જસદણના સોમપીપળીયા ગામે જુગાર રમતા ૪ પકડાયા

રાજકોટ તા. ૭ : જસદણના સોમપીપળીયા ગામે જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ જસદણના હેડ કોન્સ. જયંતીભાઇ મજીઠીયા સહિતના સ્ટાફે સોમપીપળીયા ગામે મનળદેવીના મંદિર પાછળ રેઇડ કરી જુગાર રમતા મનુ વાજસુરભાઇ ગીડા, ધરમશી કડવાભાઇ બાવળીયા - કોળી, જકશી દુદાભાઇ સોલંકી - કોળી તથા મુન્નો ઉર્ફે પપૈયો ઓધાભાઇ તલાવડીયા કોળી રહે. તમામ સોમપીપળીયાને રોકડા શ્રૂા. ૧૭,૪૨૦ અને બે બાઇક મળી કુલ રૂ. ૭૭,૪૨૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.(૨૧.૧૦)

(12:38 pm IST)