Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગોંડલના મોવિયામાં ભુત પ્રેત સાથે નિકળ્યુ મશાલ સરઘાસ

વિજ્ઞાન જાથાના સહયોગથી કાળી ચૌદશે જનજાગૃતિ કાર્યક્રમ : સ્મશાનના ખાતટલે લેવાયુ ભોજન

રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા લોકજાગૃતિ અર્થે કાળી ચૌદશે રાજયના ૮૧૫ નગરોમાં લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા હતા. તે અંતર્ગત ગોંડલના મોવિયામાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મેલીવિદ્યાની નનામી સાથે ભૂત પ્રેતની વેશભુષા ધારણ કરી મશાલ સરઘસ ગામના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યુ હતુ. સ્મશાનના ખાટલે બેસી કકડાટના વડા અને ચા આરોગી લોકોનો ભય દુર કરાયો હતો. જાગૃતિ કાર્યક્રમના ઉદ્દઘાટનમાં નટુભાઇ ભાલાળા, રમેશભાઇ જન, જયસુખભાઇ કાલરીયા, જમનભાઇ કાલરીયા, અશ્વિનભાઇ ભાલાળા, કુરજીભાઇ ભાલાળા, કિશોરભાઇ અંદિપરા, સુરેશભાઇ ભાલાળા, જેન્તીભાઇ ભાલાળા, ચિરાગભાઇ દુદાણી, વાઘજીભાઇ પડારીયા, ધીરૂભાઇ સોરઠીયા, રાજુભાઇ પાનસુરીયા વગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં પટેલ સ્કુલ, સર્વોદય સ્કુલ, ન્યારી સ્કુલ, વિવેકાનંદ સ્કુલ, યોગી ગુરૂકુળ, સદ્દગુરૂ ધૂન મંડળ, પ્રણામી યુવક મંડળ, ખોડલ ગ્રુપ, સહયોગ ગ્રુપના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પૃથ્વીપરી રસીકપરી ગોસ્વામી, હરેશ રામજી ચાંડપા, સંજયભાઇ જેઠસુરભાઇ ચાંડપા, જગદીશભાઇ ખીમજીભાઇ, પ્રશાંતપરી દીલીપપરી ગોસ્વામી, ધર્મેન્દ્રસિંહ ઉદયસિંહ જાડેજા, હેડ કોન્સ., પ્રણવ ભગવાનભાઇ હેડ કોન્સ., એ. એ. ઝાલા પો.કોન્સ. વગેરેએ કાયદો વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર સંચાલન રમેશભાસઇ જન અને નટુભાઇ ભાલાળાએ કર્યુ હતુ. તેમ જાથાના રાજય ચેરમેન જયંતભાઇ પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૪)

(12:38 pm IST)