Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગિરનાર પરિક્રમા રૂટનું કલેકટર, એસ.પી.સહિત અધિકારીઓ દ્વારા પગપાળા સઘન નિરિક્ષણ

જીણાબાવાની મઢીથી ઇટવા ઘોડી સુધી પદયાત્રા કરી

જુનાગઢ તા. ૭ : ૧૦ નવેમ્બરથી શરૂ થતી ગિરનાર પરિક્રમા રૂટનું કલેકટર, એસ.પી. સહિત અધિકારીઓ દ્વારા પગપાળા સઘન નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ગરવા ગિરનાર ફરતે દર વર્ષે યોજાતી ૩૬ કિ.મી.ની પાવનકારી પરિક્રમાનો આગામી તા.૧૯ નવેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ગિરનાર પરિક્રમા દરમ્યાન કોઇ કચાશ રહે નહી તે માટે વહીવટી,વન અને પોલીસ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી  છે.

આ પરિક્રમામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથુ બાંધવા માટે જોડાય છ.ે ખાસ કરીને પરિક્રમા ગિરનાર જંગલના દુગર્મ અને નિર્જન વિસ્તારમાંથી પસાર થતી હોય તેની પરિક્રમાના રૂટનું અધિકારીઓ દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ઼.

કલેકટર ડો. સૌરભ પારધીની આગેવાનીમાં પોલીસ અધિક્ષક સૌરભસિંઘ તેમજ વન વિભાગના અધિકારીઓ સુનીલ બેરવાલ, એસ.ડી.ટીલાળા, ભગીરથસિંહ ઝાલા વગેરેએ ગઇકાલે સવારે ૭ કલાકથી ગિરનાર પરિક્રમા રૂટનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ પરિક્રમામાં ઇટવા ઘોડીસૌથી કપરો રૂટ છે અહિ કલેકટર ડો. પારધી અને એસ.પી. સૌરભસિંઘ સહિતના અધિકારીઓ જીણાબાવાની મઢીથી પગપાળા ઇટવા ઘોડી ખાતે પહોંચ્યા હતા.

રૂટ નિરીક્ષણ દરમ્યાન કલેકટર ડો. સૌરભ પારધીએ જ કેટલાક જરૂરી સુચન પણ કર્યા હતા.(૬.૯)

(12:32 pm IST)