Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

સતાધાર ખાતે ભવ્ય ભંડારો યોજાયો

 સોમવાર તા.૫ના રોજ સતાધાર ખાતે સંતો-મહંતોનો પ્રવાહ અતિ ચાલુ રહેલ બપોરના ૧૧ કલાકે ૩૦૦૦ જેટલા સંતો જુદા-જુદા અખાડામાંથી પધારેલ અને સંતોએ મહાપ્રસાદ આરોગેલ. જગ્યાના લઘુ મહંત તેવા તેજસ્વી અને ખુબ કુશળતાવાળા તેવાશ્રી વિજયબાપુએ સુંદર વ્યવસ્થા કરેલ. તમામ સંતગણને પંગતમાં બેસાડીને ભોજન લેવડાવવામાં આવેલ અને તમામ સંતોને ઉદાર દિલથી ભેટ પુજા પણ આપવામાં આવેલ. આ રીતે દર વર્ષે સતાધાર ખાતે સંતોનો ભંડારોનું આયોજન કરવામાં આવે છે. સતાધાર ખાતે દર મહિનાની અંજવાણી બીજ પણ ઉજવવામાં આવે છે. બારબીજ ઉજવવામાં સંતવાણીની બાપુની નિગરાહીની નિચે કરવામાં આવેલ. હજાર ભકતો આમાં લાભ લ્યે છે. અને ધન્યતા અનુભવે છે. હાલ દિવાળીનું વેકેશન શરૂ થયેલ હોય હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. તમામને ભોજન અને ઉતારાની વ્યવસ્થા બાપુની નિચેની ટીમ બાપુના માર્ગદર્શન મુજબ કરે છે. કોઇ ભુખ્યુના રહે અને કોઇ ઉતારા વગર હેરાન ન થાય તેવી સતત કાળજી રાખવામાં આવે છે.(તસ્વીર-અહેવાલઃ યાસીન બ્લોચ(વિસાવદર), વિનુ જોષી(જુનાગઢ))(૧.૧૪)

(12:31 pm IST)