Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

પોરબંદરમાં દારૂ પી છાટકા કરતા પોલીસ કર્મી સામે પગલા લેવા માગણી

ડીઆઇજી તથા મુખ્યમંત્રીને રજૂઆત

આદિત્યાણા તા.૭: પોરબંદરમાં એક પોલીસ કર્મચારી દરરોજ દારૂ પી છાટકા બની બાજુમાં રહેતા પરિવારની મહિલાઓની હેરાનગતિ કરતો હોય આ બાબતે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન પ્રકાશભાઇ પંડિતે જુનાગઢ ડી.આઇ.જી. સુભાષ ત્રિવેદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરીને પગલા ભરવા માંગણી કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે ગૃહસચિવને તાત્કાલિક પગલા ભરી કરેલ કાર્યવાહીની જાણ સીધી મુખ્યમંત્રીને કરવા જણાવેલ છે.

જેના શીરે બહેન દિકરીઓના રક્ષણ કરવાની જવાબદારી હોય તેવા પજવણી કરવા માંડે તો બહેન દિકરીઓ ફરિયાદ કરવા કયાં જાય? આ બાબતે જિલ્લા પોલીસ વડા, આવા દારૂ પી છાટકા બનતા કર્મચારીઓ સામે કડક પગલા ભરે તેવી માંગણી ઉઠવા પામેલ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:16 pm IST)