Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

બેટ જેટી ઉપર ગંદકી નું સામ્રાજય યાત્રિકો ત્રાહિમામ

ગુજરાતના દેવભૂમિ  દ્વારકાના  ઓખા ગામથી પાંચ કિલોમીટર દરીયારસ્તે આવેલ બેટ શંખોદ્વાર ૪૦ કિ.મી. નો સવથી વિશાળ ટાપુ દેશનો સવથી મોટો અને પ્રાકૃતિક સોંવદર્યથી ભરેલ માનવા વસવાટ ધરાવતો પ્રવાસીઓનો પ્રથમ પસંદગી ધરાવતો આ ટાપુ ચાર ધામમાં નું એક માત્ર ધામ પણ ગણાય છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રીકો પ્રવાસીઓ આવે છે. અને ત્યોવહારોમાં તો અહીં લાખો ની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડે છે. છેલ્લા ૧૫ વર્ષથી ગુજરાત મેેરીટાઇમ બોર્ડની નીરશ કામગીરીથી વિનાશ વેરાયો છે. છેલ્લા ૧૫ વર્ષથી અહીં પુલની વાતો કરવામાં આવતી હતી. પરંતુ આજે વિકાસ સીલ સરકારની ૯૬૨ કરોડની પુલ બનાવવાની યોજનાને લીલી ઝંડી આપી છે.  ત્યારે અહીં પ્રાથમીક સુવિધા પણ પડી ભાંગી છે. આવતા વાહનો ની પાર્કીગ વ્યવસ્થા પણ ખોરવાય છે. દિવાળીના વેકેશન માં માનવ મેરામણ ઉમટયું છે. ત્યારે અહીં પાણી ના પરબની હાલત અવેળામાં ફરવાય છે. અહીં પીવાના પાણીની ટાંકી ખુલ્લી છે. અને નળમાં સેવાળ બાજી ગઇ છે. અને પરબની બાજુમાં કાદવકીચડનું સામ્રાજય જોવા મળે છે. આજ. પ્રવાસીઓ અને યાત્રીકો ખુશ્બુ ગુજરાતની વાસ્તવીકતા જોઇ ચોંકી ઉઠેે છે. અહીંનાસોૈચાલયની હાલત પણ આવી જ છે. અને જેટી પર સેડ પતરા ન હોવાથી યાત્રીકો અને પ્રવાસીઓ તડકામાં સેકાય છે. અહી આઠના બદલે ૨૦ રૂપીયા ભાડુ કરવા છતા પણ પેસેન્જર બોટોમાં ઓવર કેપેસીટી પેસેન્જરો ભરવામાં આવે છે.તે તસ્વીરમાં જણાય છે (તસ્વીર ભરત બારાઇ)

(12:07 pm IST)