Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ધારીમાં દિવાળી પર્વમાં બજારમાં ધરાકીમાં અભાવને પગલે નિરસતાનો સીનારીયો

ઓછો વરસાદ, ગેસ્ટ હાઉસો સીલ થતાં માણસોના પગાર અટકયા, ફટાકડામાં ચેકિંગથી વેપારી પરેશાન

ધારી તા.૭: ધારીમાં નબળા વર્ષના કારણે તમામ વેપારીઓને ગ્રાહકોની ખરીદીમાં નહીવત, ધારીમાં ચોમાસના ઓછા વરસાદના કારણે ખેડૂતો તેમજ ખેત મજુર અને સામાન્ય નાગરિકને ધંધા રોજગારમાં ઓછા વરસાદના કારણે અસર દેખાઇ આવેલ છે.

જયારે બીજી તરફ ધારી તાલુકાને ઇકોઝોન ના કારણે ગેસ્ટ હાઉસને સિલ મારવામાં આવેલ હોય જેમાં ગેસ્ટ હાઉસમાં સામાન્ય પગાર પણ ન મળવાને કારણે ધારીમાં બેરોજગારી તેમજ ધારીમાં કોઇ મોટા ઉદ્યોગ નહોય જેથી ધારીની આમ જનતામાં દિવાળી જેવા પર્વમાં આવક ઓછી હોવાથી આમ જનતા પણ મુંઝવણમાં છે, ધારીમાં શિક્ષીત બેરોજગારો અને ફટાકડાનો વ્યવસાયમાં પણ મંદીનો માહોલ જોઇ શકાય છે. ધારીમાં જીઇબીના પાછળના ગ્રાઉન્ડમાં જે ફટાકડાના સ્ટોલના ઉંચા ભાડા ભરીને સ્ટોલ રાખેલ હોય. ફટાકડા માર્કેટમાં પણ વેપારીઓને ભારે ચિંતામાં હોય એક તરફ ખેડૂતોના પાક વિમાં ઓછા વરસાદના કારણે ખેતીની પાકની ઉપજ નહીવત હોય જેથી ખેડૂતો અને ગ્રાહકો આમજનતા અને વેપારીઓની પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ જોવા મળેલ છે.

(12:07 pm IST)