Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જુનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા શસ્ત્ર પૂજન, કન્યા પૂજન અને ચંડીપાઠ સહીતના કાર્યક્રમો ૨૦ સ્થાન પર યોજાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૭: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભારતભરમાં ડો.પ્રવીણભાઇ તોગડીયાના નેતૃત્વમાં સુરક્ષીત હિન્દુ, સમૃધ્ધ હિન્દુ, સન્માનયુકત હિન્દુના ધ્યેય  કાર્યરત છે. ત્યારે દર વર્ષે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ  દ્વારા હિન્દુ તહેવારોમાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. હાલના સમયમાં જયારે મહિલા અત્યાચારના બનાવો દેશભરમાં વધી રહયા  ત્યારે મહિલા સુરક્ષા અભિયાન સાથે નવરાત્રી નિમિતે ભારતભરમાં કન્યા પુજન, શસ્ત્ર પુજન, ચંડી પાઠ સહીતના કાર્યક્રમ યોજાઇ રહયા છે.

ઉપરોકત કાર્યક્રમના ભાગ રૃપે જુનાગઢમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ  રાષ્ટ્રીય બજરંગદળ-જુનાગઢ દ્વારા રાણાવાવ ચોકમાં શસ્ત્ર પુજન, વણઝારી ચોક ગરબી ખાતે શસ્ત્ર પૂજન નહેરૃ પાર્ક ગરબી ખાતે શસ્ત્ર પૂજન અને કન્યા પૂજન, અરવિંદભાઇ સોનીના  નિવાસ સ્થાને શસ્ત્ર પૂજન અને કન્યા પૂજન ક્રિષ્ના સ્કુલ ખાતે શસ્ત્ર પૂજન અને કન્યા પૂજન, ભાવેશભાઇ લાખાણીના ઘરે કન્યા પૂજન અને શસ્ત્ર પુજન, વાઘેશ્વરી મંદિર ખાતે શસ્ત્ર પુજન, સિધ્ધેશ્વર ગરબી મંડળ શિવનગર જોશીપરા  ખાતે શસ્ત્રપુજન અને કન્યા પુજન સહીતના ર૦ થી વધારે કાયૃક્રમો યોજાયા હતા. ઉપરોકત કાર્યક્રમમાં રપ૧ કન્યાઓનું પુજન કરવામાં આવ્યું હતું અને રપ૦૦ થી વધારે લોકો શસ્ત્ર પુજન સહીતના કાર્યક્રમોમાં જોડાયા હતા.

ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા માટે જયસુખભાઇ બુટાણી,  રાજુભાઇ રાઠોડ, અરવિંદભાઇ સોની, ભાવેશભાઇ લાખાણી, અશ્વીનભાઇ પોશીયા, લલીતભાઇ ઠુમ્મર, મનીષ ભાઇ લછાણી, જયદીપભાઇ ગોરડ, ગૌરવભાઇ સુખાનંદી સહીતના કાર્યકર્તાઓએ કામગીરી કરેલ.

(2:06 pm IST)