Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય બફારો

ગઇકાલે ગીર સોમનાથ અને અમરેલી જીલ્લામાં ઝાપટાથી ૩ ઇંચ વરસાદ વરસ્યો

રાજકોટ, તા. ૭ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ વિરામ લીધા બાદ સતત ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. આજે પણ અસહ્ય બફારો થતા ઉનાળા જેવી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

ગઇકાલે ગીર સોમનાથ અને અમરેલી જીલલમાં ઝાપટાથી માંડીને ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ગઇકાલે સાંજના સમયે અમરેલી-રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદ વરસ્યો હતો.

જાફરબાદના લોર, ફાસરિયા ગામમાં તથા રાજુલ શહેરમાં વગર વરસાદે વીજળીના કડાકા થયા હતા. રાજુલાના ધારેશ્વર ચારોડયા, વાવેરા, માંડરડી, આગરીયા સહિત ગામડાઓમાં વરસાદ પડયો હતો.

ખાંભાના ગોરણા ગામે વીજળી પડતા સાત બહેનો નો એકનો એક ભાઇનું મોત બે ને ઇજાગ્રસ્ત સાત બહેનોનો ૩૦ વર્ષના યુવાનનું ખેતરમાં કામ કરતા વીજળી પડી હતી. બાબુભાઇ હમીરભાઇ રામ ઉ.વ.૩૦ નામના યુવાનો મોત થયું હતું. સાથે કામ કરતા હરેશભાઇ માલાભાઇ (ઉ.વ.૩૦) અને ગોબરભાઇ માનસુરભાઇ (ઉ.વ.૬૦) ઇજાગ્રસ્ત ગોરણા ગામની કતારધાર નજીક આવેલ પાલભાઇ અમારભાઇ રામનામના ખેડૂતની વાડીમાં બળદના સાતીથી ખાતર વવાતા દુર્ઘટના સર્જાતા રાજુલા હોસ્પિટલ ખાતે સગા સંબંધી દોડી ગયા હતા.

(1:15 pm IST)