Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

સોમનાથ મહાદેવનાં મંદિરે શ્રાવણના બીજા સોમવારે દર્શન માટે લોકોનો ધસારો

શ્રાવણના બીજા સોમવારે ચંદન કમલપુષ્પ નો શૃંગાર કરવામા આવશે

પ્રભાસ પાટણ :સોમનાથ મહાદેવનાં દર્શન કરવા શ્રાવણ માસના બીજા સોમવારે લોકો રવિવારના સોમનાથ મંદિર તરફ આવી રહ્યા છે રવિવારના આજુબાજુના લોકો અને દુરથી પગ પાળા ચાલીને પણ મોટા પ્રમાણમાં આવે છે તેમજ એસ ટી રેલવે અને પોતાના પ્રાઈવેટ વાહનો મારફત આવી રહેલ છે બીજા સોમવારે મંદિર વહેલી સવારે ચાર કલાકે ખૂલશે 6,15 મહાપૂજા નો પ્રારંભ, સાત કલાકે આરતી 7,45 સવાલક્ષ બિલ્વપત્ર અર્પણ,નવ કલાકે યાત્રિકો દ્વારા નોધાવેલ રૂદ્ર પાઠ, અને મૃત્યુંજય પાઠ, તેમજ મહાદેવ ની ભવ્ય પાલખી યાત્રા નિકળશે જે મંદિર પરિસરમાં ફરશે આમ ભગવાન નગરચર્યાએ નીકળશે જેમાં ટ્રસ્ટ ના અધિકારી કર્મચારી અને અનેક ભક્તો જોડાશે, અગીયાર કલાકે મહાપૂજા મહા પૂજન અને બપોર ના આરતી,સાજ ના પાચ થી આઠ શ્રૃંગાર દર્શન જેમા ચંદન કમલપુષ્પ નો શૃંગાર કરવામા આવશે અને દિપમાળા, સાજ ના સાત કલાકે આરતી અને રાત્રે દશ કલાકે મંદિર બંધ થશે

  સોમનાથ મા સેવાભાવી લોકો દ્વારા ફળાહારની વ્યવસ્થા કરવામાં આવશે જેથી દુર દુર થી ચાલીને આવતા અને તમામ લોકો આ ફળાહાર નો લાભ લઇ શકશે

   લોકોના ઘસારાને ધ્યાને લઇ અને પોલીસના અધિકારીઓ એસ આર પી પોલીસ સ્ટાફ જીઆરડી અને સોમનાથ મંદિરની સેકયુરી સહિત ત્રણસોથી વધારે સુરક્ષા કર્મીઓ ચૂસ્ત બંદોબસ્ત જાળવશે

(9:25 pm IST)