Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

જેતપુરમાં ‘‘ઇમ્‍પીરીયલ’’ સાડીના કારખાનામાં આગ લાગતા દોડધામઃ બોઇલરમાં ઓઇલ લીધેજની સાથે તણખલો બાયોકોલ ઉપર પડતા આગ વધુ પ્રસરી

ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી

જેતપુરઃ રાજકોટ જીલ્‍લાના જેતપુરમાં ‘‘ઇમ્‍પીરીયલ’’ નામના કારખાનામાં આગ લાગતા સાડીના કારખાનામાં વયાપક નુકશાન થયું છે.

જેતપુરના ધોરાજી રોડ પર આવેલા ઇમ્પિરિયલ નામના સાડીના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગતા અંદર કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. કારખાનામાં આવેલા બોઇલરમાં ઓઇલ લીકેજની સાથે તણખલા ખરીને બાયોકોલ પર પડ્યા હતા. આથી આગ વધુ પ્રસરી હતી. જોકે ઘટનાની જાણ થતા જેતપુર નગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને આગ બેકાબૂ બને એ પહેલા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના ધોરાજી રોડ પર આવેલા ઇમ્પિરિયલ ડાઇંગ નામના સાડીના કારખાનાના બોઇલરની ચેમ્બરમાં ઓઇલ લીકેજ થતા આગના તણખલા ખરતા હતા. આ તણખલા ત્યાં બોઇલરની બાજુમાં જ પડેલા બાયોકોલ પર પડતાં તરત જ આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા તે જ રોડ પર આવેલ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો સ્ટાફ ફાયર ફાઇટર સાથે તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયબ્રિગેડના સ્ટાફે તુરંત જ ફોમ સાથેના પાણીનો મારો આગ પર ચલાવતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા કાબૂમાં લીધી હતા. આથી કારખાનામાં ઓઇલ ચેમ્બર તૂટી ગઈ અને ઓઇલ વહી જવા સિવાય કોઈ મોટી નુકશાની થઈ નહોતી.

(3:32 pm IST)