Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

સીરામીકમાં મીની વેકેશન દરમિયાન ચોરી, લૂંટફાટના બનાવો ન બને તે માટે ઉદ્યોગપતિઓને સાવધાન કરતા એસપી.

મોરબી સિરામિક એસોશિએસન સાથે જિલ્લા પોલીસવડાની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

 મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો તેમજ સભ્યોની આજરોજ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી. આગામી વેકેશન દરમિયાન સીરામીક પ્લાન્ટમાં ચોરી, લૂંટફાટ જેવા બનાવો ન બને તે માટે ઉદ્યોગકારોને જરૂરી સૂચનો કર્યા હતા.

આજરોજ મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમા એએસપી અતુલ બંસલ, એલસીબી પીઆઇ ગોઢણીયા તેમજ પીઆઇ બી. વી. ઝાલા સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, ભુતપુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઈ ભાલોડીયા તેમજ હોદેદારો અને સભ્યોની મીટીંગ યોજાઈ હતી. જેમા ટ્રાફીક અને ચોરી લુંટફાટ બાબતે જિલ્લા પોલીસ વડાએ માર્ગદર્શન આપ્યુ હતું.

આ તકે જિલ્લા પોલીસવડાએ ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે ખાસ કરીને સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં આગામી 10 ઓગસ્ટથી એક મહિના દરમિયાન વેકેશન જાહેર કરાયુ છે ત્યારે બંઘ રહેતા પ્લાન્ટમા ચોરીના કિસ્સાઓ ના બન્ને તેની તકેદારીના ભાગે સિક્યુરીટી સ્ટાફને એલટઁ રાખવો, મેઇન ગેટ ઉપર સીસીટીવી કેમેરા અને પ્લાન્ટમા સાયરન રાખવુ જરૂરી છે, તેમજ ટ્રાફિક ઘટાડવા માટે ઉદ્યોગકારો પોતાની કંપનીમા કાર લઈને જતા હોય તેમા એક કારમા ત્રણ થી ચાર વ્યકિત જાય તો ટ્રાફીક ઓછો થાય તેવુ સુચન કરવામાં આવ્યું હતું.

આ બાબતોને લઈ મોરબી સીરામીક એસોસીએસન તમામ સભ્યો સાથે મીટીંગ કરીને આગામી પ્લાનીંગ કરનાર હોવાનું એસોસિએશન દ્વારા જાહેર કરાયું હતું.

(11:22 am IST)