Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

નાગાબાવા ગેંગનો દહેગામનો આરોપી ઝબ્બે

સાધુના વેશમાં આર્શિવાદ આપવાના બહાને રાજયભરમાં ગુન્હાઓ આચરતા બે આરોપી હજુ ફરારઃ જામનગર, ટંકારા અને વરતેજની લુંટના ભેદ ખુલ્યા

જામનગર તા.૭ : ગત તા.પ-૭-ર૦ના રોજ ફરીયાદી તુષારભાઇ વિષ્ણુભાઇ ઠાકર જામનગરવાળા એકટીવા લઇ ગોકુલનગર સાઢીયા પુલ પાસે જતા હોય, જે દરમિયાન વેગનઆર કારમા નાગા બાવા જેવા ત્રણ માણસોએ એકટીવા રોકાવી, જે નાગાબાવાએ આર્શીવાદ આપવાના બહાને નજર ચુકવી ગળામાંથી સોનાનો ચેઇન આશરે ૪૮ ગ્રામ કિ.રૂ.૧,૪૭,૦૦૦નો લુંટ ચલાવી નાશી ગયેલ હોય, જે અનડીટેક ગુન્હો શોધી કાઢવા માટે એલસીબી દ્વારા પ્રયત્ન ચાલુ હતા.

આ દરમિયાન એલસીબી સટાફના સંજયસિંહ વાળા તથા દિલીપભાઇ તલાવડીયાને મળેલ હકિકત આધારે  દેહગામ મુકામેથી આરોપી રણછોડનાથ ઢાલનાથ ભાટી મદારી રહે. ગણેશપુરા દહેગામ જી. ગાંધીનગરવાળાની સંડોવણી હોવાનું જણાઇ આવતા તેમજ ઇલેકટ્રોનીક માધ્યમથી તપાસ કરતા મજકુરની હાજરી બનાવ સમયે બનાવ સ્થળ નજીકમાં આવતી હોવાનું જણાય આવેલ હોય. આ ગુન્હો કરવામાં (૧) રણછોડનાથ ઢાલનાથ ભાટી (ર) રાજુ નટવરલાલ પરમાર (૩) કેશવનાથ સમજુનાથ ભાટી વાળાઓએ ગુન્હો આચરેલ હોવાનું જણાઇ આવેલ છે.

એક મહિના પહેલા ત્રણેય આરોપીઓએ ટંકારામાં એક મોટર સાયકલવાળાને નાગા બાવા તરીકે ઓળખ આપીઆશીર્વાદ આપવાના બહાને ગળામાંથી સોનાની ચેઇનની લુંટ ચલાવેલ અને મહિના પહેલા ત્રણેય આરોપીઓએ વરતેજ પો. સ્ટે.ની હદમાં ફરીયાદીને આર્શિવાદ આપવાના બહાને ગળામાંથી સોનાના ચેઇનની ચોરી કરેલ હોવાનું ત્થા આ પહેલા પણ અમદાવાદ, ગાંધીનગરની આસપાસના જીલ્લાઓમાં આ પ્રકારના ગુન્હાઓને અંજામ આપેલ હોવાનું ખુલવા પામેલ છે.

આ ગુન્હામાં આરોપી  (૧) રાજુ નટવર પરમાર (ર) કેશવનાથ સમજુનાથ ભાટીને પકડવા ઉપર બાકી છે.

આ કાર્યવાહ પો. ઇન્સ. એમ.જે.જલુની સુચનાથી પો.સ.ઇ. કે.કે.ગોહિલ તથા પો.સ.ઇ. આર. બી. ગોજીયા તથા એલસીબી સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, ફીરોજભાઇ દલ, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ, વરણવા, લાભુભાઇ ગઢવી,ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:06 pm IST)