Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગોસા (ઘેડ)માં ૩ દિવસથી આંટાફેરા કરતો દીપડો અંતે પાંજરામાં પુરાયો

ગોસા (ઘેડ),તા. ૭: અહીં ૩ દિવસથી આંટા ફેરા કરતો દીપડો અંતે વન વિભાગે મુકેલા પાંજરામાં પુરાય ગયો હતો.

દાડમદાદા સીમ વિસ્તારમાં રહેતા વનરાજસિંહ જેઠવાના મકાનોનો વંડો ઓળંગીને દીપડો નીકળતાં અને તેમની બાજુમાં આવેલ ખાણમાં નીકળી જતાં આખી રાત તે વિસ્તારના લોકોને જાગીને પસાર કરી હતી. પહેલા પણ ગોસા (ઘેડ) ગામમાં ખુટીયાના મારણ કર્યા હતા. ત્યાર વન વિભાગના અધિકારીઓએ દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી.

ગઇ કાલે ફરી ગોસા (ઘેડ) ગામના દાદમાં દાદા સીમાં વિસ્તારમાં દીપડાએ રાત્રીના દેખા દીધી હતી. અને રાત્રીના ૧૧ વાગ્યા સુધી આ વિસ્તારના લોકોએ દીપડાના સગડ મેળવવા કવાયત કરી હતી. પણ કયાંય દીપડા જોવા ન મળતાં લોકમાં ફફડાટ ફેલાયો હતો. ત્યાં રાત્રીના ૧૨ વાગ્યા પછી દાડમ દાદા સીમ વિસ્તારમાં રહેતા સામતભાઇ મેરખીભાઇના ઘરે આવીને દીપડાએ દેખા દેતા મકાનમાં સામે બાંધેલા ભેસ અને વાછરડાઓ ભાંભરડા કરતા મકાન માલીકને આસપાસના લોકો જાગી જતા ને હાહોકારો અને દેકારો બોલાવતાં ત્યાંથી દીપડો નજીક આવેલ ખાણમાં ભાગી ગયો હતો. જે મોડી રાત્રીના સામતભાઇ રાણા મોઢવાડીયાના મકાનની ૧૦ ફુટની ઉંચી વંડી કુદીને ખેડૂતના ફળીયામાં બાંધેલ ૨૦ દિવસના પાડરડાને ઉપાડીને વરંડો ઠેકીને તેમના પડવા એવા ખાણમાં લઇને નીકળી ગયેલ.

આ દીપડો માનવવસ્તી તરફ આવીને કોઇ માનહાની કરે તે પહેલા દીપડાના સગડ મેળવીને ત્યાં પાંજરૂ ગોઠવવા સરપંચ પોલાભાઇ અને પત્રકાર વિરમભાઇ આગઠે નાયબ વન સંરક્ષણ અધિકારી પંડ્યાને જાણ કરતાં તેઓએ રાણાવાવ બીટના ફોરરસ્ટ રાજુભાઇ કારેણા સુચના આપતા તેઓ અને ગાર્ડ અરશીભાઇ ભાટુભાઇ તેમજ ટ્રેકર નાગાજાણભાઇ આગઠ તુરંત  જ ગોસા (ઘેડ) ગામે વાન લઇને આવીને સાંજના ૮ વાગ્યા અરસમાં વીરમભાઇ , અરજણભાઇ ઓડેદરા, સામતભાઇ મોઢવાડીયા તેમજ બાલુભાઇ આગઠ પાસેથી દીપડાની માહિતી મેળવી અને જે વિસ્તારમાંથી મારણ કર્યું તે વિસ્તારમાં દીપડાના સગડ તપાસને મારણ સાથે પાંજરૂગોઠવવામાં આવેલ.  અને પાંજરામાં આબાદ રીતે ખુંખાર દીપડો પુરાઇ જતા વન વિભાગને દીપડો પાંજરે પુરવામાં સફળતા મળી હતી.

(11:59 am IST)