Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ધોરાજીમાં સગીરાને જમાઇ ઉપાડી ગયો

સગાઇ કર્યા બાદ લગ્ન કરવાના ઇરાદે ૧૫ વર્ષની તરૂણીને ભગાડી જતા ગુનો નોંધાયો

ધોરાજી,તા.૭: જુનાગઢ રોડ કેતન પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા રામભાઈ કરશનભાઈ ચુડાસમા દીકરી ૧૫ વર્ષ અને ચાર માસની હોય અને તેમની સગાઇ પાંચ છ માસ પહેલાઙ્ગ ખાતેઙ્ગ બરવાળા (બોટાદ) રહેતા વિજય ચંદુભાઈ કોતરવાડીયા સાથે કરવામાં આવી હતી.

બાદ તારીખ ૨૧/ ૭/ ૨૦ રાત્રિના સમયે ધોરાજી પ્લાસ્ટિક કારખાના માં રાત્રિના કામ કરતા હોય એવા સમયે  પોતાના પત્ની આવીને કહે કે દીકરી પેશાબ કરવા ગઈ છે હજુ સુધી આવેલ નથી જેથી જમાઈ વિજય ને ફોન કરતાં લાગે નહીં અને આજુ બાજુની ઓરડીમાં પૂછપરછ કરતા કહેલ પેઢલા ગામ એક ભાઈ મોટરસાયકલ લઈને આવેલ તેમાં તમારી દીકરી અને જમાઈ બેસીને જતા રહે છે જે અંગે તપાસ કરતા હકીકત જાણવા મળી હતી જેથી ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે આરોપી જમાઈ વિજય ચંદુભાઈ કોતરવાડીયા રહે બરવાળા જીલ્લો બોટાદ તેમજ તેને મદદ કરનાર બાવલી અરવિંદભાઈ દેત્રોજા રહે. પેઢલા તાલુકો જેતપુર વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે આઇપીસી કલમ ૩૬૩. ૩૬૬. ૧૧૪ઙ્ગ મુજબનો ગુનો નોંધી તપાસ મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા ચલાવી રહ્યા છે

ધોરાજીમાં કદાચ આ પ્રકારનો પ્રથમ ગુનો નોંધાયો છે કે જમાઈ તેમની પત્નીનું અપહરણ કરીને લગ્ન કરવાના ઈરાદે નાસી ગયા છે બનાવની પોલીસે સગીર વય ની દીકરી હોય અને વાલીપણા માંથી પુત્રીને ભગાડી જવાના ગુના બાબતે તપાસ હાથ ધરી છે.(

(11:58 am IST)