Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજકોટના બે શખ્સો દ્વારા ચોટીલાના જાનીવડલા ગામે ચાલતું જુગારધામ ઝડપાયું: ૮ પતાપ્રેમી ઝડપાયા

ચોટીલા-વઢવાણ તા. ૭: ચોટીલા, નાની મોલડી પો. સ્ટે. વિસ્તાર રાજકોટથી નજીક આવેલ હોય જેથી રાજકોટ, જામનગર, જીલ્લાના જુગારીયાઓ આ વિસ્તારમાં આવેલ વીડ વિસ્તારની આડમાં ગે. કા. જુગારધામ ચલાવતા હોય જેથી આ અંગે હકીકત મેળવી એલ.સી.બી. ટીમ નાઇટ સમય દરમ્યાન ચોટીલા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે, રઝાકભાઇ ખમીશાભાઇ સમા રે. (રે. રાજકોટ શિયાણી સોસાયટી) વાળો તથા રણજીતભાઇ બાવકુભાઇ ધાધલ કાઠી (રહે. જાનીવડલા) હાલ રહે. રાજકોટ વાળો બંને ભેગા મળી રણજીભાઇ બાવકુભાઇના કબ્જા ભોગવટાની જાનીવડલાથી મેસરીયા ગામ તરફ આવેલ ખારસીયા સીમ વિસ્તારમાં પડતર વીડ વિસ્તારના ખરાબાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગુદડી પાસાનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક લાભ સારૃં નાળ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.

બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ-૮ આરોપીઓ (૧) રઝાકભાઇ ખમીશાભાઇ સમા ઉ.વ. ૩૬ ધંધો-મજુરી રહે. રાજકોટ શિયાળી સોસાયટી શેરી નં. ૧, પ્રણામી ચોક, કોઠારીયા મેઇન રોડ, (ર) લલીતભાઇ રણછોડભાઇ મોરસાણીયા પટેલ ઉ.વ. ૬૩ ધંધો-મજુરી રહે. માંડવી શેરી ભાયાવદર તા. ઉપલેટા (૩) અબ્દુલભાઇ અમીરભાઇ સૈયદ ઉ.વ. પ૪ ધંધો-મજુરી રહે. ગ્રીન માર્કેટ નાગનાથ ગેટ કુંભારવાડો રાજકોટ (૪) રાજુભાઇ રામજીભાઇ ધોલાણી લુહાણા ઉ.વ. પ૩ ધંધો વેપાર રહે. નવલનગર સોસાયટી મહુડી મેઇન રોડ રાજકોટ (પ) કમલેશભાઇ પ્રવિણચંન્દ્ર ભટ્ટ બ્રાહ્મણ ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. રાજકોટ કોઠારીયા મેઇન રોડ ભવાની ચોક (૬) હાજીભાઇ ઇસ્માઇલભાઇ જુણેજા ઉ.વ. ૩ર ધંધો મજુરી રહે. ફુલવાડી રામજી મંદિર રોડ, જેતપુર (૭) આમદભાઇ જુમાભાઇ મતવા ઉ.વ.૩૯ ધંધો વેપાર રહે. મતવા શેરી, બસ સ્ટેન્ડ રોડ જેતપુર (૮) અશોકભાઇ ઓતચંદભાઇ વિહાણી સિંધી ઉ.વ. ૪ર રહે. સીંધી કોલોની ઝુબેદાનગર શેરી નં. ૧ રાજકોટ વાળાઓ ગુદડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ. ૧,ર૬,૮૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કી. રૂ. ૧પ૦૦/- તથા ઇકો કાર નં. જીજે-૦૩-કેસી-૧૦પ૯ કી. રૂ. ર,૦૦,૦૦૦/- તથા ગુદડી પાસા નંગ-૦ર કિ. રૂ. ૦૦/ તથા પ્લા.ના લાલ કલરના સફેદ ટપકા ગવાળા ગ્લાસ નંગ-૩ કિ. રૂ. ૩૦/- તથા પ્લા.ની ગુદડીપાસા ખેંચવાની સ્ટીક નંગ-૧ કિ. રૂ. ૦૦/- મળી કુલ રૂ. ૩,ર૮,૩૩૦/- ના મુદામાલ સાથે આરોપીઓ સી.નં. ૧ થી ૮ નાઓ રેઇડ દરમ્યાન પકડાઇ જઇ તથા આરોપી (૯) ઇમ્તીયાઝ ઉર્ફે ઇમુ મહમદભાઇ ગરાણા રહે. હાસમફળીયા બહારપુરા ધોરાજી નાસી જઇ તથા આરોપી (૧૦) રણજીતભાઇ બાવકુભાઇ ધાધલ કાઠી રહે. જાનીવડલા હાલ રહે. રાજકોટ વાળો હાજર મળી નહીં આવી ગુન્હો કરેલ હોય તમામ આરોપીઓ વિરૂધ્ધ ચોટીલા પો. સ્ટે.માં જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ રીતે એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલ તથા પો. સ.ઇ. વી. આર. જાડેજા તથા એ.એસ.આઇ. વાજસુરભા લાલુભા તથા પો. હેડ કોન્સ. નિકુલસિંહ ભુપતસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા પો. કોન્સ. સંજયભાઇ પ્રવિણભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા એ.એચ.યુ.ટી.યુ. સ્કોડના પો. કોન્સ. અશ્વિનભાઇ ઠારણભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ એ રીતેની ટીમ દ્વારા જુગારધામ હેઠળનો સફળ કવોલીટી કેશ શોધી કાઢેલ છે.

(11:55 am IST)