Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ગોંડલ હિન્દુ ઉત્સવ સમિતી દ્વારા ગત વર્ષની જન્માષ્ટમીના વિજેતા ટીમોને પારિતોષિક એનાયત

ગોંડલ : ગોકુળીયા ગોંડલમાં પ્રતિવર્ષ ઉજવાતા જન્માષ્ટમી મહોત્સવ માટે હિંદુ ઉત્સવ સમિતી દ્વારા ધર્મસભાનું આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં હિંદુ ઉત્સવ સમિતી પ્રમુખ ગોપાલભાઇ સહિતના સદ્સ્યો દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા તેમજ સંતો મહંતો અને શહેર શ્રેષ્ઠીઓના સન્માન કરાયા હતા. આ તકે આવનાર જન્માષ્ટમી ઉત્સવ દબદબાભેર ઉજવવા શહેરના વિવિધ વિસ્તારના ગ્રુપ મંડળોને પ્રોત્સાહિત કરાયા હતા.

ગત વર્ષે જન્માષ્ટમી મહોત્સવમાં શોભાયાત્રામાં જે ગ્રુપ મંડળો દ્વારા ભાગ લેવાયા હતા, તેમાંથી પ્રથમક્રમે ઝાંસીની રાણી, રાધે ગ્રુપ, ડેરા શેરી, દ્વિતિય ક્રમે અર્જુનની ઘોર તપસ્યાશ શ્યામગ્રુપ ભોજપરા તેમજ તૃતીય ક્રમે ગંગા અવતરણ યુવા સોશ્યલ ગ્રુપ, સુખનાથ નંબર વિજેતા જાહેર થતાં પારિતોષિક અપાયા હતા અને આ વેળાએ નિર્ણાયકની સેવા આપનાર અનિલભાઇ દાવદરા, જલ્પાબેન રાવલ, લીનાબેન સોજીત્રા, તેમજ પૂજાબેન પટેલને પણ સન્માનિત કરાયા હતા. (તસ્વીર-અહેવાલ હરેશ ગણોદીયા ગદંડલ)

(12:02 pm IST)