Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

મુંબઈના ભકિત પ્રિયસ્વામી દ્વારા ભાવનગરમાં સન્માન કરાયુ

વામનકદના ગણેશની વિરાટ છલાંગને બીએપીએસ સંસ્થાએ પ્રોત્સાહિત કરી

ભાવનગર તા.૭:ભાવનગર જિલ્લા ના તળાજા ની નીલકંઠ સ્કુલના સાયન્સ ટોપર વિદ્યાર્થી ગણેશ બારીયા ની માત્ર ત્રણ ફૂટની ઉંચાઈ તેમના માટે ડોકટર બનવા માટે બાધારૂપ બની હતી.પણ સુપ્રીમ કોર્ટ સુધી સ્કુલ સંચાલકોએ લડત આપી.જેમાં ગણેશ ને ડોકટર બનવાનો માર્ગ મોકળો બન્યો.તેનલઈ ગણેશ દુનિયામાં સૌથી નીચી હાઈટ ધરાવતો મેડિકલ કોલેજ નો છાત્ર બન્યો છે. આથી આજે તેમનું અક્ષરવાડી ભાવનગર ખાતે બીએપીએસ સંસ્થા ્દવારા સન્માન કરવામાં આવ્યું હતું.

 

 આવનાર દિવસોમાં ભાવનગરની મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં એમબીબીએસ ના વિદ્યાર્થી તળાજાના ગોરખી ગામના ખેડૂત પુત્ર ગણેશ બારીયાનું નામ તેમની માત્ર ત્રણફૂટ ની ઉંચાઈ અને ૧૪.૫ કી. ગ્રા. વજનને લઈ ગીનીઝબૂક ઓફ વલર્ડ  રેકોર્ડ માં નામ નોંધાઈ શકેછે. આ સફળતા પાછળ સપ્રીમ કોર્ટ સુધી લડત ગણેશ બારીયા ના ડોકટર બનવા પાછળ ના સ્વપ્ન ને સાકાર કરવામાટે તન,મન અને ધન થી નીલકંઠ સ્કુલ માં સંચાલકો ડો.દલપત કાતરિયા અને રૈવતસિંહ સરવૈયા એ ચલાવી હતી.

 

વામન ગણેશ ની વિરાટ છલાંગ ને લઈ તેમનું આજે ભાવનગર અક્ષરવાડીખાતે મુંબઈ સ્થિત બીએપીએસ સંસ્થાનું આવેલ મંદિર ના કોઠારી ભકિતપ્રિય સ્વામી ના વરદ હસ્તે અન્ય સંતો ,હરિભકતો ની વિશાલ હાજરી વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું. સ્વામી એ એક સફળ અને સેવાભાવી ડોકટર બનવાના આશીર્વાદ આપ્યા હતા. ગણેશ બારીયા એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ના નિયમો ધર્મ અને વચનામૃત ના સિદ્ધાંતો પર ચાલીશ નો કોલ આપેલ હતો. નીલકંઠ શાળા ના સંચાલક રૈવતસિંહ સરવૈયા એપણ સ્વામીના આશીર્વાદ લીધા હતાં.

(12:01 pm IST)