Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

લાઠી સબ રજીસ્ટ્રાર કચેરીનું દરબારગઢમાં સ્થળાંતરથી મુશ્કેલી વધશે

દરબારગઢનું બિલ્ડીંગ જીર્ણ થયેલ છે, રસ્તાઓ પણ સાંકડા છે સ્વર્ણિમ ગુજરાત યોજના હેઠળ સરકારે તમામ કચેરીઓ સંપૂર્ણ આધુનિક સુવિધાયુકત બનાવી છે લોકોની સુવિધાને ધ્યાનમાં લઈ સબ રજી. કચેરી પ્રાંત કચેરીના ગ્રાઉન્ડ ફલોરમાં ફેરવવા માંગ

દામનગર, તા. ૭ :. લાઠી સબ રજીસ્ટર કચેરીના સ્થળાંતર અંગે આઈ જી આર સુધી રજુઆત કરતા જાગૃત નાગરિક નટુભાઈ ભાતિયા નામદાર ગુજરાત સરકાર શ્રી ની લાઠી તાલુકા માં આવેલ સબ રજી કચેરી ના સ્થળાંતર અંગે ધ્યાન દોરી યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી છે.

તેમણે જણાવેલ છે કે, સબ રજી કચેરી ને સ્થળાંતર કરવાથી ખૂબ હાલાકી ઉભી થશે અરજદારો માટે અસુવિધા ઉભી થશે દરબારગઢ લઈ જવાથી કાયમી ભારે હાલાકી સાંકડા રસ્તા જોખમી ઇમારત ભારે ગંદકી અને ઉપદ્રવ ધરાવતી જગ્યા અને કચેરીમાં જતા રસ્તા માં ખંડેર અવસ્થા માં લટકતી પડું પડું ના વાંકે ઉભી છે તેવી જૂની મામલતદાર કચેરી તે જગ્યા આશરે ૫૦થી ૬૦ ફૂટ માં આવતા જીર્ણ દરવાજા  સંપૂર્ણ જોખમી અને માનવ હાનિ કારક છે  ત્યાં સબ રજી નું સ્થળાંતર ભારે જોખમી છે સ્થળાંતર કરવું પડે તેમ જ હોય તો પ્રાંત કચેરી ના ગ્રાઉન્ડ ફલોર માં જગ્યા ખાલી છે ત્યાં આ કચેરી કરી તંત્ર અને અરજદાર બંને ના હિત ને ધ્યાને લેવા રજુઆત કરાય છે.

સરકાર શ્રી નો વર્તમાન અભિગમ છે દરેક સરકારી દફતરો શહેર થી થોડે દુર શહેરથી માત્ર બહાર ના ભાગે લઈ જવા ના સુંદર અભિગમ થી નવી કચેરી ઓ સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત ફેરવી તેમાં દામનગર નગરપાલિકા અને હાલ ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવતી દામનગર નાયબ મામલતદાર શ્રી ની રેવન્યુ કચેરી ની જમીન સંપાદન થઈ આવેલ જગ્યા  દામનગર પોલીસ સ્ટેશન ગારીયાધાર રોડ પર નવી સિવિલ હોસ્પિટલ ટેલિફોન એકસચેન્જ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ નું નવું રેલવે સ્ટેશન તાજેતર માં ઇ લોકાર્પણ થયેલ એસ ટી  બસ સ્ટેન્ડ ઉત્તમ ઉદારણ છે  ઉપરાંત લાઠી પ્રાંંત અધિકારી શ્રી ની કચેરી  જ્યાં પાર્કિગ સહિત ઉત્તમોત્તમ સુવિધા ઓ સાથે કામ કરતા કર્મચારી ઓ માં ખૂબ અદમ્ય ઉત્સાહ પૂર્વક અરજદાર અને સરકારી દફતરો બંને પક્ષે સુવિધા ઓ જોવા મળી રહી છે આથી પણ આ કચેરી મામલતદાર સંલગ્ન નજીક માં રહેવા દેવા માં આવે તો દસ્તાવેજ પછી ના વહેવારો  પોતા ના ખાતે ચડાવવા હાડમારી થી બચે તેમ જણાવાયુ છે.

તમામ સરકારી દફતરો શહેર ની બહાર ના દાર્શનિક ભાગો પર લઈ જવાય ખૂબ સુગમતા સાથે સારી જગ્યા ઓ પર સરકારી કચેરી ઓ નું સ્થળાંતર થયું છે ત્યારે અપવાદ માત્ર લાઠી સબ રજી કચેરી ને જુના દરબાર ગઢ માં સ્થળાંતર ની વાત યોગ્ય ન હોય કર્મચારી અને અરજદારો બંને ના હક્ક હિત ને લક્ષ લઈ સબ રજી કચેરી લાઠી નું સ્થળાંતર યોગ્ય સુવિધા યુકત કચેરી સમાંતર કરવા આર જી આઈ સર નિરીક્ષક અને આઈ આર જિલ્લા કલેકટર શ્રી અમરેલી અને મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુધી લેખિત રજુઆત કરવામાં આવી છે.

(11:59 am IST)