Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ભાણવડમાં ૩૭૦ની કલમ રદ થવાની ખુશાલીમાં આતશબાજી

ભાણવડઃ છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા કાશ્મીરમાં લાગુ આર્ટીકલ-૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના બિલને રાજયસભામા રજુ કરી ૧૨૫ વિરૂધ્ધ ૬૧ મતોથી પાસ થઇ જતાં મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયની દેશભરમા ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે ભાણવડ તાલુકા યુવા ભાજપે પણ શહેરના વિવિધ વિસ્તારોમા આતશબાજી અને મીઠાઇ વહેંચીને ઉજવણી કરી હતી. ભાણવડ તાલુકા બીજેપી પ્રમુખ ગોવિંદભાઇ કનારા, જિલ્લા પંચાયત સદસ્તય દેવશીભાઇ કરમુર, તાલકુા યુવા ભાજપ પ્રમુખ અલ્પેશ પાથર સહિતના કેટલાય કાર્યકરો ઉપસ્થિત રહીને વેરાડ ગેઇટ બહાર, રણજીતપરા વિસ્તાર તેમજ સેવાસદન પાસે એકત્રિત થઇ મીઠાઇ વહેંચી તેમજ આતશબાજી કરી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)

(11:55 am IST)