Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોરબીના વિસીફાટક નજીકથી કારમાંથી દારૂની બોટલ મળી: ચાલકની અટકાયત

પોલીસે કાર અને દારૂ સહીત કુલ રૂ ૩,૫૦,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો

મોરબીના વિસીફાટક નજીકથી પસાર થતી કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા પોલીસે કાર ચાલકેને ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીસીફાટક નજીકથી પસાર થતી કાર જીજે ૦૨ સીજી ૪૯૯૯ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ મળી આવતા પોલીસે કાર અને દારૂ સહીત કુલ રૂ ૩,૫૦,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોર્પી જયદીપ જયંતીભાઈ મેલાણીયા( રહે ઊંજા જી મહેસાણા) ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:53 pm IST)