Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોરબી જીલ્લામાં વેક્સીનેશન અભિયાનને વેગવંતુ બનાવવા કોલેજ-વિદ્યાર્થીઓ જાગૃતિ ઝુંબેશ ચલાવશે

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના કુલપતિ અને ઉપકુલપતિની ઉપસ્થિતિમાં મીટીંગ :મોરબી જીલ્લાની ૨૫ કોલેજના ટ્રસ્ટીઓ અને આચાર્ય ઉપસ્થિત

મોરબી : કોરોના મહામારીથી રક્ષણ આપતી કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે જેને વેગવંતુ બનાવવા કોલેજો અને વિદ્યાર્થીઓ શું કાર્ય કરી સકે તેની સમજ આપવા તેમજ કોલેજ અને વિદ્યાર્થીઓના માધ્યમથી રસીકરણને વેગ આપવા આજે વીરપર નજીકના નવયુગ સંકુલ ખાતે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના કુલપતિ અને ઉપકુલપતિની ઉપસ્થિતિમાં મીટીંગ યોજવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાની ૨૫ કોલેજના ટ્રસ્ટીઓ અને આચાર્ય ઉપસ્થિત રહયા હતા

આજે નવયુગ સંકુલ ખાતે આયોજિત મીટીંગમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના કુલપતિ ડો. નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજય દેશાણી તેમજ નવયુગ સંકુલના પ્રમુખ પી ડી કાંજીયા, પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, નવયુગ કોલેજના ટ્રસ્ટી બળદેવભાઈ સહિતના અગ્રણીઓ તેમજ મોરબી જીલ્લાની ૦૬ સરકારી અને ૧૯ સેલ્ફ ફાયનાન્સ કોલેજ મળીને ૨૫ કોલેજના ટ્રસ્ટીઓ અને પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા

જે મીટીંગમાં કુલપતિએ જણાવ્યું હતું કે કોરોના સામે રક્ષણ આપતી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે જે અંગે અનેક માન્યતાઓ, ગેરસમજ લોકોમાં જોવા મળે છે ત્યારે લોકોને સાચી દિશા આપવાનું કામ શિક્ષણ વિભાગનું છે જેથી દરેક કોલેજના પ્રિન્સીપાલ, પ્રોફેસર કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે અને કોલેજના વિદ્યાર્થીઓ પોતે રસી મુકાવે તેમજ પરિવાર અને પોતાના શેરી મહોલ્લાના લોકોને રસીકરણ માટે જાગૃત કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી મોરબીની ૨૫ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ચલાવવામાં આવનાર જાગૃતતા અભિયાનનું મૂલ્યાંકન કરીને ૫ કોલેજની પસંદગી કરાશે તેમ પણ જણાવ્યું હતું

(11:47 pm IST)