Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભાનુશાળી હત્યામાં છબીલ પટેલ સહિત ચાર નિર્દોષ

ભાનુશાળી હત્યાના સાક્ષીને મારી નાખવાનો કેસ : ભૂજ પાસે સયાજી એક્સપ્રેસમાં જયંતી ભાનુશાળીની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરાઈ હતી

ભુજ , તા. ૭ : જયંતી ભાનુશાળી હત્યા કેસના સાક્ષી પવન મોરેને કાવતરૃં કરીને મારી નાખવાના કેસમાં ગાંધીધામ કોર્ટે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત ચારને નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે, બે વર્ષ પહેલા ભૂજ પાસે સયાજી એક્સપ્રેસમાં ભાજપના અગ્રણી જયંતી ભાનુશાળીની પોઈન્ટ બ્લેક્ન રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છના માજી ધારાસભ્ય અને ગુજરાત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની હત્યા કેસના સાક્ષી પવન મોર પર રેકી કરીને તેમને કાવતરું કરીને મોતને ઘાટ ઉતારવાના કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત ચાર વ્યક્તિઓ- તેમના વેવાઈ રસિક સવગણ પટેલ, પીયુષ દેવજી પટેલ અને કોમેશ મગનલાલ પોકાર પર આરોપો ઘડાયા હતા. પવન મોરે ગાંધીધામમાં રહેતા હતા અને બે વર્ષ પહેલા ગાંધીધામથી અમદાવાદ જતી ટ્રેનમાં જયંતી ભાનુશાળીની હત્યા થઈ ત્યારે મોરે એ ટ્રેનના ફ્રર્સ્ટ ક્લાસ કોચમાં સાથે પ્રવાસ કરી રહ્યા હતા. પવન મોરે હત્યારાઓ અંગે મહત્વની જાણકારી ધરાવતા સાક્ષી હતા. જેમની પર રેકી કરીને હત્યારાઓ તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. જો કે, આ કેસમાં ગાંધીધામ કોર્ટના એડિશનલ સેશન્સ જજે ઉપરોક્ત ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર છોડ્યા હતા. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં કોર્ટ દ્વારા અગાઉ પવન મોરે અને બે પત્રકારોને પણ તપાસવામાં આવ્યા હતા.

બે વર્ષ પહેલા જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ભાનુશાળી 'સયાજીનગરી' ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી. માળિયા પાસે બે અજાણ્યા શખ્સ ટ્રેનમાં ઘૂસ્યા હતા અને ભાનુશાળી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ભાનુશાળીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તાલુકા અને જિલ્લા પંચાયતથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા ભાનુશાળીનો જન્મ કચ્છના હાજાપર ગામમાં થયો હતો. ભાનુશાળી વર્ષ ૨૦૦૭થી ૨૦૧૨ સુધી કચ્છની અબડાસા બેઠક પરથી એમએલએ પણ રહ્યા હતા.

(8:50 pm IST)