Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ઉપલેટાના રાઇટર-ડિરેકટર વજશી વાવણોટીયાની ગુજરાતી ફિલ્મ ેકાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ડંકો વગાડયો

(કૃષ્ણકાંત ચોટાઇ) ઉપલેટાઃ તા.૭, ઉપલેટા જેવા સૌરાષ્ટ્રનાં નાનકડા નગરમાંથી આવતાં.. પ્રતિભાશાળી રાઇટર ડિરેકટર  વજશી વાવણોટીયા ની ગુજરાતી ફિલ્મ.

' બ્લાઇન્ડ માઈન્ડ'  એ દેશ વિદેશના  પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સ જેવાકે  હોલિવૂડ લોસ એન્જેલીસ, ન્યુયોર્ક,ટોરેન્ટો, બ્રાઝીલ, ઇસ્તંબુલ, જાપાન, માન્ચેસ્ટર, ફ્રાન્સ, જયપુર, મદ્રાસ, બંગાળ, સહિત કુલ ૩૭ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રેક્ષકો અને વિવેચકોની વાહવાહી લૂંટી સંખ્યાબંધ એવોર્ડ અગાઉ જ જીતી ચૂકેલી  ફિલ્મ 'બ્લાઈન્ડ માઈન્ડ ' એ હવે વિશ્વના સહુથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ તરીકે જેનું નામ લઈ શકાય એવા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વની ચુનંદી ફિલ્મોની વચ્ચે દમામભેર જગ્યા બનાવીને ગુજરાતી ફિલ્મ જગતને વિશ્વકક્ષાએ ગૌરવ અપાવ્યું છે. તા. ૧૧મી જુલાઈ ૨૦૨૧ના રોજ ભારતીય સમય પ્રમાણે બપોરે ૨ વાગ્યે રજૂ થશે.

 વજશી વાવણોટીયા.(આહીર) લિખિત, દિગ્દર્શિત ફિલ્મના કલાકારો છે. અ વેડન્સ ડે ફેમ...અભિનેતા  વિજે ભાટિયા, સ્નોહા દફતરી, શ્રેયાન્સી બારોટ (ટુન્ની) નિહારિકા ચોકસે, કિશોર સચદે, જીતુ પંડ્યા  વગેરે. નિર્માતા : રાજુ કારવદરા , વજશી વાવણોટીયા. ડી.ઓ.પી.: અરવિંદસિંહ પુવાર  સંગીત :  વિવેક અસ્થાના. એડિટરઃ પ્રિન્સ ખાન અને છેલ્લે સહુથી ગૌરવપૂર્ણ  સમાચાર એ છે કે આ જ વાર્તા પરથી ટૂંક સમયમાં હોલિવૂડમાં પણ ફિલ્મ બનવા જઈ રહી છે.

(11:45 am IST)