Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વાંકાનેરમાં કોરોના કાળ સેવાભાવીઓનું તંત્ર દ્વારા સન્માન

વાંકાનેર : વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન ભારે કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી, કોરોનાથી અનેક લોકો નાં મૃત્યુ થઈ રહ્યા હતાં, ઓકિસજન માટે લોકો ચારે બાજુ રઝળપાટ કરી રહ્યા હતાં, સિવિલ હોસ્પિટલમાં જગ્યા ન હતી, ખાનગી હોસ્પિટલ મોટા ભાગની બંધ હતી તેવા કપરા સમયે લોકોને કોરોના સારવાર માટે કયાં જવું તે સૂઝતું ન હતું તેવા સમયે વાંકાનેરનાં અગ્રણી ઉદ્યોગપતિ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ પ્રગ્નેશ ભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર) લોકોની મદદ માટે આગળ આવ્યાં હતાં અને ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સંયુકત ઉપક્રમે વેદમાતા ગાયત્રી કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો હતો જયાં અનેક દર્દીઓની નિઃશુલ્ક સારવાર - દવા આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોને રાહત થવા પામી હતી ત્યારે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ યોજાયેલ સન્માન કાર્યક્રમમાં વાંકાનેરમાં યશસ્વી સેવા કરનાર પ્રગ્નેશભાઈ પટેલ, હિરેનભાઈ પારેખને સન્માન પત્ર અર્પણ કરી અદકેરું સન્માન જિલ્લા કલેકટર હસ્તે કરવામાં આવ્યું હતું.

(11:38 am IST)