Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ચામુંડા માતાજી યુવા ગ્રુપ દ્વારા સન્માન યોજાયો

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૭ : કોરોના મહામારીની બીજી લહેરમાં જયારે હોસ્પિટલોમાં જગ્યા નહોતી અને લોકો સારવાર માટે આમ તેમ રઝળતા હતા એ સમયે ચોટીલા તાલુકા ના લોકો ને મદદરૂપ થવાના હેતુ થી શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ દ્વારા ચોટીલા હાઇવે સ્થિત શ્રી ચામુંડા અતિથિ ગૃહ ખાતે શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર માં ૫૦ બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ હોમ આઇશોલેશન માં દ્યરે રહેલા દર્દીઓ માટે નિઃશુલ્ક ઓકિસજન સિલિન્ડર અને રિફિલ ની સેવા કરવામાં આવી હતી તે કાર્ય માં તન, મન અને ધનથી મદદરૂપ થયેલ ડોકટરો, નર્સ બહેનો, સ્વયંસેવકો અને જેમને પોતાના ખજાના ખુલ્લા મૂકી દીધા હતા તેવા દાતાઓ તેમજ ૧૫૦ રૂમ ની ધર્મશાળા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે નિઃશુલ્ક આપી તેવા શ્રી ચામુંડા અતિથિ ગૃહ ના પ્રમુખ અને ચોટીલા દરબાર શ્રી મહાવીરભાઈ ખાચર તથા તમામ ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાની પ્રથમ અને બીજી લહેર માં નિઃસ્વાર્થ ભાવે રાષ્ટ્રપ્રેમ ખાતર પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર દિવસ રાત જોયા વગર ચોટીલા ના પત્રકારીતા કરતા કલમવિરો(પત્રકારો)નું પણ આ તકે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ ની શરૂઆત આવેલ મહેમાનો ના હસ્તે દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. આવેલ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખ બલવીરભાઈ ખાચરે કર્યું હતું તેમજ આ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી મોહસીનખાન પઠાણ દ્વારા આપવામાં આવી હતી, આવેલ મહેમાનો એ પણ પોતાના પ્રવચન માં કોરોના મહામારીમાં પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અને કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના ભુપતભાઇ ધાધલ દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં યુવા ભાજપ ગુજરાત પ્રદેશ મંત્રી જયભાઈ શાહ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ મેરુભાઈ ખાચર, ચોટીલા રાજવી પરિવાર ના મહાવીરભાઈ ખાચર, ચોટીલા તાલુકા પંચાયત દંડક બલવીરભાઈ ખાચર, ચોટીલા પાંજરાપોળ ના પ્રમુખ મુકેશભાઈ શાહ, ચોટીલા ના કોળી સમાજ ના અગ્રણી આંબાભાઈ, ચોટીલા અગ્રણી ભુપતભાઇ ખાચર, શકિતસિંહ ઝાલા સહિતના આગેવાનોના હસ્તે તમામ ને સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા મંગળુભાઈ ખાચર, મોહિતભાઈ પરમાર, પ્રવીણભાઈ જાંબુકીયા, મેહુલભાઈ ખંધાર, રસિકભાઈ મેટાળીયા, જયદીપભાઈ પરાલીયા, ફેઝલભાઈ વાળા, અતુલભાઈ કોટક, વિરેશભાઈ શાહ, વાદ્યાભાઇ, હિતેશભાઈ સરવૈયા સહિત ના સૌ સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

(10:23 am IST)