Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કચ્છના સામખિયાળીમાંથી ૨.૮૦ લાખનું બાયો ડીઝલ ઝડપાયું :ગોંડલના શખ્સ સામે ફરિયાદ

અંજારમાં પટેલ ટ્રાવેલ્સમાંથી બાયો ડીઝલનો શંકાસ્પદ ૫ હજાર લિટર જથ્થો સીઝ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૭ : બાયો ડીઝલના કારોબારનો ધંધો કચ્છમાં પૂરબહારમાં ચાલી રહ્યો છે. સરકારની લાલ આંખ પછી પોલીસ દોડતી થઇ છે. પૂર્વ કચ્છ એલસીબીએ સામખિયાળી માંથી ૪ હજાર લિટર બાયો ડીઝલ ઝડપી પાડ્યું હતું. ૨.૮૦ લાખના આ જથ્થા અને ટાંકા સહિત અન્ય ૩.૯૭ લાખના મુદ્દામાલ અંગે એલસીબી પોલીસે સોહિલ હારુન ડાઢીયા (રહે. પાટીયાળી, તા.ગોંડલ, રાજકોટ) વિરૂદ્ઘ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન અંજાર મામલતદારે વરસામેડી ગામે પટેલ ટુર્સ ટ્રાવેલ્સ માં વર્કશોપ ઉપર દરોડો પાડી બાયો ડીઝલનો શંકાસ્પદ મનાતો ૫ હજાર લિટર જથ્થો જપ્ત કરી સેમ્પલ તપાસણી માટે મોકલ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.

(10:22 am IST)