Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોરબીમાં કોરોનાએ ચિંતા વધારી :વધુ એક કેસ સાથે એક્ટીવ કેસ ચાર થયા.

મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોનાનો નવો એક કેસ અન્ય ચાર તાલુકામાં રાહત યથાવત

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં રાહત જોવા મળી રહી હતી અને એક તબક્કે મોરબી જીલ્લો કોરોના મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યો હતો જોકે હવે ફરીથી એક એક કરીને નવા કેસો નોંધાઈ રહ્યા છે અને આજે એક્ટીવ કેસનો આંક ૦૪ થયો છે
  આજે મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે તો અન્ય ચાર તાલુકામાં રાહત યથાવત છે મોરબી તાલુકામાં આજે નોંધાયેલા નવા એક કેસને પગલે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૦૪ થયો છે અને નવા કેસો નોંધાઈ રહયા છે જેથી નાગરિકો હજુ પણ તમામ તકેદારી રાખે તે સૌના હિતમાં છે

(10:01 pm IST)