Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

૧૩ ડેમમાં ૯૯ ટકા પાણી જમા : હાઇએલર્ટની સ્થિતિ

રાજ્યના ૧૨ જળાશયો છલકાયા

અમદાવાદ,તા. : રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડતાં સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની આવક વધી છે. જામનગર, દેવભુમી દ્વારકા, અમરેલી, જુનાગઢ, પોરબંદર અને રાજકોટમાં અતિભારે વરસાદ પડ્યો છે.ચોમાસુ બેઠાને ૨૦ દિવસ થયાં છે ત્યાં સૌરાષ્ટ્રના ૩૬ ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી છે.તેમાંથી પણ ૧૨ ડેમ ૧૦૦ ટકા, ૧૩ ડેમ ૯૦ ટકા અને ૧૧ ડેમ ૮૦ ટકા થી ૯૦ ટકા સુધી ભરાયા છે. જળસંપતી વિભાગની વેબસાઇટમાં રજુ કરવામાં આવતી દૈનિક જળાશયોની લેવલની યાદીમાં ૩૬ ડેમમાંથી ૨૫ ડેમમાં પાણીનું લેવલ ૯૦ ટકાથી વધુ હોવાથી તેને હાઇએલર્ટ જાહેર કરાયા છે. જ્યારે ૧૧ ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

(10:37 pm IST)